Home /News /national-international /

લાલબત્તી સમાન કિસ્સો! મેટ્રીમોનિયલ સાઈટ પર જીવનસાથીની તલાશમાં યુવતીને ગઠિયો ભટકાયો, રૂ.10 લાખ ગુમાવ્યા

લાલબત્તી સમાન કિસ્સો! મેટ્રીમોનિયલ સાઈટ પર જીવનસાથીની તલાશમાં યુવતીને ગઠિયો ભટકાયો, રૂ.10 લાખ ગુમાવ્યા

પ્રતિકાત્મક તસવીર

યુવતીને મેટ્રીમોનિયલ સાઇટ પરનો ફોટો ગમ્યો, તેથી તેણે તે યુવાનનો સંપર્ક કર્યો. બાદમાં તેઓ દરરોજ ચેટિંગ કરવા લાગ્યા. એકબીજમાં વિશ્વાસ બેસી ગયો.

  નવી દિલ્હીઃ આધુનિક યુગમાં મેટ્રીમોનિયલ વેબસાઈટના (Matrimonial website) આધારે લગ્ન વધુ સરળ થવા લાગ્યા છે. જોકે, સરળતા સાથે ઘણી વખત જોખમ પણ સામે આવીને ઉભું રહે છે. લોકો આવી વેબસાઈટ ઉપર છેતરપીંડીનો (fraud) ભોગ બનતા હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હતો, જેમાં યુવતીએ રૂ. 10 લાખથી વધુ રકમ ગુમાવી હતી.

  જીવનસાથીની તલાશમાં એક મહિલા થોડા મહિના પહેલા પોર્ટલમાં જોડાઈ હતી, તેણે પોતાની વિગતો પોર્ટલ ઉપર અપલોડ કરી હતી. આ દરમિયાન તેને મેટ્રીમોનિયલ સાઇટ પરનો ફોટો ગમ્યો, તેથી તેણે તે યુવાનનો સંપર્ક કર્યો. બાદમાં તેઓ દરરોજ ચેટિંગ કરવા લાગ્યા. એકબીજમાં વિશ્વાસ બેસી ગયો.

  ચેટિંગ દરમિયાન તે યુવક પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી હતી. પોતે કેનેડાનો હોવાનો દાવો કર્યો હતો. લગ્ન માટે વાત ફાઇનલ થઈ ગયા બાદ તેણે યુવતીને રૂ. 1 કરોડના ઘરેણાં લગ્નની ભેટ તરીકે આપવાની તૈયારી બતાવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! ભાભીએ નણંદને કહ્યું "ક્યાં ગઈ પેલી લુખ્ખી?", ભાઈએ પત્નીનો લીધો પક્ષ

  આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

  થોડા દિવસ બાદ યુવતીને અજાણ્યો ફોન આવ્યો હતો, જેમાં શખ્સ પોતે દિલ્હી એરપોર્ટ ખાતેથી બોલતો હોવાનું કહ્યું હતું. રૂ. 1 કરોડના દાગીના આવ્યા છે, પરંતુ નિયમો મુજબ અમે તે ટેક્સ વગર આપી શકીએ નહીં. તમારે આ દાગીના મેળવવા રૂ. 10.69 લાખ ભરવા પડશે. જેથી યુવતીએ રકમ ભરી દીધી હતી.

  આ પણ વાંચોઃ-રાજકોટ : 'તું હવે મને નથી જોઈતી', પત્ની બે વખત બાઇક પરથી પડી ગઈ, રસ્તા વચ્ચે પત્નીને છોડી પતિ જતો રહ્યો

  આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

  બાદમાં તેણે પાર્સલ મેળવવા માટે જે નંબરમાંથી કોલ આવ્યો હતો, તે નંબરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન લાગ્યો નહીં. ત્યારબાદ તેણે જે વ્યક્તિ સાથે લાંબા સમયથી ચેટિંગ કરતી હતી તેનો સંપર્ક કર્યો, પરંતુ તે પણ થઈ શક્યો નહીં, વારંવાર ફોન કરવા છતાં સંપર્ક ના થતા તેને શંકા ગઈ હતી. જેથી તેણે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.  આ કેસમાં સાઇબર ક્રાઇમે ખૂબ ઉંડાણપૂર્વક તપાસ કરી હતી. અને બરેલીના મોહમ્મદ હસીન નામના શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સે મહિલા સાથે લગ્ન કરવાનું તરકટ રચીને લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.

  મેટ્રીમોનિયલ વેબસાઈટમાં કોઈનો સંપર્ક રાખતી વખતે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. પોતાની તમામ વિગતો આવી સાઇટ ઉપર મૂકી દેવી જોઈએ નહીં. આવી વેબસાઈટના માધ્યમથી છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Fraud

  આગામી સમાચાર