Home /News /national-international /HIV પોઝિટિવ લોકો કરી શકશે જીવનસાથીની પસંદગી, મેટ્રોમોનિયલ પોર્ટલ લોંચ

HIV પોઝિટિવ લોકો કરી શકશે જીવનસાથીની પસંદગી, મેટ્રોમોનિયલ પોર્ટલ લોંચ

પ્રતિકાત્મક તસવીર

    એચઆઇવી પોઝીટીવ લોકોને સમાજ કંઇક અલગ રીતે જ જોતો આવ્યો છે.સમાજમાં એચઆઇવીને લઇને એટલી જાગૃતિ ન હોવાને કારણે લોકો પોતાની ઓળખ પણ છુપાવતા રહ્યાં છે. ત્યારે વિશ્વની પ્રથમ એચઆઇવી પોટીઝીટીવ માટે મેટ્રોમોનિયલ સાઇટ લોંચ કરવામાં આવી હતી.

    સામાન્ય રીતે એચઆઈવી પોઝીટીવ નામ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિ ઘડીભર વિચારતો જાય છે. જો કે સુરતની જીએસએનપી પ્લસ નામની સંસ્થા એચઆઈવીગ્રસ્ત લોકોને સ્વમાનભેર જીવવા સહારો આપી રહી છે.સંસ્થાએ એચઆઈવીગ્રસ્ત લોકો લગ્ન કરીને સાંસારીક જીવન વિતાવી શકે તે માટે એક મેરેજ વેબ પોર્ટલ matrimonial.gsnpplus.org શરૂ કર્યું છે.

    આ વેબ પોર્ટલ તૈયાર કરવામાં સંસ્થાને અમદાવાદ આઈઆઈએમ અને એસઆરકેનો સાથ મળ્યો છે.આ પ્રકારનુ વેબ પોર્ટલ વિશ્વમાં પ્રથમવાર શરૂ કરવામાં આવ્યુ છે.

    સમગ્ર દેશમાં 16 લાખથી વધુ એચઆઈવી પોઝીટીવ લોકો છે. જ્યારે ગુજરાતમાં 68 હજાર જેટલા એચઆઈવી પોઝીટીવ લોકો નોંધાયેલા છે. ત્યારે જીએસએનપી પ્લસ સંસ્થાએ 2006 પછી આવા દર્દીઓને જીવન સાથીની હુંફ મળે તેવા પણ પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં અત્યાર સુધીમાં 1900 જેટલા લોકો રજીસ્ટર્ડ થયા છે.

    245 એચઆઈવી પોઝીટીવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. ત્યારે હવે માત્ર ગુજરાત અને દેશ જ નહિ વિદેશમાંથી પણ એચઆઈવી પોઝીટીવ લોકો પોતાના જીવનસાથીની પસંદગી આ વેબ પોર્ટલ પરથી કરી શકશે.

    એચઆઇવી પોઝીટીવ દર્દીઓ લગ્ન કરે તો તેમનુ બાળક પણ એચઆઇવી પોઝીટીવ જ જન્મ લે તેવી ભ્રમણા હાલ સુધી પ્રવર્તી રહી છે. પરંતુ જો યોગ્ય ઉપચારથી બાળક અંગે પ્લાન કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે.

    એચઆઈવી એટલે પૂર્ણવિરામ નહિ પરંતુ અલ્પ વિરામ છે અને યોગ્ય સારવાર અને સરકાર દ્વારા અપાતી દવાઓ લઈને સામાન્ય લોકોની જેમ જિંદગી જીવી શકાય છે. ત્યારે આવા એચઆઈવી પોઝીટીવ લોકો પોતાના જીવન સાથીની હુંફ મળે તેવા ઉમદા હેતુથી આ સંસ્થાએ આ વેબપોર્ટલ શરૂ કર્યુ છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: HIV positive

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन