મુંબઈ : ભારતમાં સટ્ટાબાજીના દિગ્ગજ મનાતા રતન ખત્રીનું મુંબઈમાં નિધન થયું છે. તે 88 વર્ષના હતા. પરિવારના સૂત્રોએ જાણકારી આપી કે તે થોડા સમયથી બીમાર હતા અને તેમણે મધ્ય મુંબઈમાં આવેલી નવજીવન સોસાયટીમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા.
સિંધી પરિવારથી આવેલા ખત્રી ભાગલા સમયે પાકિસ્તાનના કરાંચીથી મુંબઈ આવ્યા હતા. તે સમયે રતન ખત્રી યુવાન હતા.
મટકા કિંગના નામથી પ્રખ્યાત ખત્રીને 1962માં મુંબઈમાં શરુ થયેલા એક જુગારના પ્રકાર મટકાને બદલવાનો શ્રેય મળે છે. તેના પછી મટકા દેશભરમાં સટ્ટાબાજીનું એક મોટુ રેકેટ બની ગયું અને કેટલાય દશકા સુધી તેની પર મટકા કિંગ કહેવાતા રતન ખત્રીનું રાજ રહ્યું હતું.
આ પણ વાંચો - 24 કલાકમાં 10 રાજ્યોમાં કોરોનાના કોઈ નવા કેસ નથી, 4 રાજ્ય અત્યાર સુધી કોવિડ 19 રહિત
મટકામાં ન્યૂયોર્ક કોટન એક્સચેન્જમાં સંચાલિત થનાર સૂતના ઓપનિંગ અને ક્લોસિંગ રેટ પર સટ્ટાબાજી કરવામાં આવતી હતી. 1960ના દશકમાં મુંબઈના સમાજના દરેક વર્ગમાં લોકપ્રિય હતી. ખત્રીએ શરુઆતમાં કલ્યાણજી ભગત સાથે મળીને કામ કર્યું હતું. ખત્રીએ ભગત સાથે વર્લી મટકાના મેનેજર તરીકે કામ કર્યા પછી બંનેના રસ્તા અલગ થયા હતા. ત્યારે રતન ખત્રીએ રતન મટકાની શરુઆત કરી હતી. મટકામાં ઘણી સારી ચિઠ્ઠીઓ પડી હતી. તેનાથી સટ્ટાબાજી થતી હતી. તેનો રોજનો વેપાર એક કરોડ સુધી પહોંચતો હતો.
Published by:News18 Gujarati
First published:May 10, 2020, 20:07 pm