Home /News /national-international /VIDEO: યમરાજના હાથમાંથી પતિનો જીવ પાછો લઈ આવી પત્ની, 10 મીનિટ સુધી મોઢામાં શ્વાસ આપતી રહી

VIDEO: યમરાજના હાથમાંથી પતિનો જીવ પાછો લઈ આવી પત્ની, 10 મીનિટ સુધી મોઢામાં શ્વાસ આપતી રહી

યમરાજના હાથમાંથી પતિનો જીવ પાછો લઈ આવી પત્ની

Mathura News:કોયંમ્બતૂર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બાની સીટ નંબર 67,68માં 67 વર્ષિય કેશવન પોતાની પત્ની સાથે નિઝામુદ્દીનથી કોઝિકોડ જઈ રહ્યા હતા. ટ્રેન મથુરા સ્ટેશન પર પહોંચવાની હતી. ત્યારે અચાનક કેશનની તબિયત બગડી. મથુરા સ્ટેશન પર ટ્રેન પહોંચતા જ મુસાફરોએ કેશવનને પ્લેટફોર્મ પર ઉતાર્યો, જ્યાં તે બેભાન અવસ્થામાં હતો.

વધુ જુઓ ...
    મથુરા: ઉત્તર પ્રદેશના મથુરા જંક્શન પર રેલવે સુરક્ષા ફોર્સના જવાનોએ માણસાઈની મિસાલ રજૂ કરી છે. RPFના જવાનોએ ટ્રેનમાં યાત્રા કરી રહેલા એક યાત્રીને હાર્ટ અટેક આવતા તુરંત પત્નીને CPR દેવડાવ્યું અને ખુદ પંપિંગ કર્યું. આ તમામની વચ્ચે આરપીએફ જવાનોએ માણસાઈ દેખાડી અને યાત્રીને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યો, જેનાથી તેનો જીવ બચી ગયો. રેલવે સુરક્ષા બળના જવાનો દ્વારા કરવામાં આવેલા કામના ચારેકોર વખાણ થઈ રહ્યા છે.

    આપને જણાવી દઈએ કે, દિલ્હીની હઝરત નિઝામુદ્દીનથી ચાલતી તિરુવનંતપુરમ જતી કોયંમ્બતૂર એક્સપ્રેસ, શુક્રવારે મીડ નાઈટ મથુરા જંક્શનના પ્લેટફોર્મ નંબર 2 પર રોકાયેલી હતી. આ દરમિયાન ટ્રેનના બી4 કોચની પાસે આરપીએફની સ્પેશિયલ ટીમના જવાનોની ભીજ એકત્રિત થઈ હતી. ભીડે જોઈ આરપીએફના જવાન અશોક કુમાર અને નિરંજન સિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા, જ્યાં ખબર પડી કે, ડબ્બામાં મુસાફરી કરી રહેલા 67 વર્ષિય વૃદ્ધને હાર્ટ અટેક આવ્યો છે, જે બાદ RPFના જવાનોએ તુરંત વૃદ્ધની પત્નીને CPR અપાવ્યું. આ દરમિયાન RPF ના જવાન મૂર્છિત પડેલા વ્યક્તિના હાથ પગના માલિશ કરતા રહ્યા.




    એમ્બ્યૂલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલ્યા


    બેભાન અવસ્થામાં પડેલા સીઆરપીએફના જવાન અશોક કુમાર અને નિરંજન સિંહે પહેલા પત્ની દયાને ઘટનાસ્થળ પર જ CPR અપાવી. આ દરમિયાન બંને ખુદ તેમના શરીરના અન્ય ભાગને મસળવાનું શરુ કર્યું. જવાનોએ કંટ્રોલને એમ્બ્યૂલન્સ મોકલવાની સૂચના આપી. સૂચના મળતા જ સહાયક નિરીક્ષક મદન સિંહ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા, ત્યાર બાદ આરપીએફના જવાન કેશવને સ્ટ્રેચરની મદદથી સર્કુલેટિંગ એરિયામાં લઈને આવ્યા, જ્યાં એમ્બ્યૂલન્સની મદદથી હોસ્પિટલમાં મોકલ્યા. આ દરમિયાન આરપીએફનો જવાન નિરંજન સિંહ તેમની સાથે આવ્યા. આરપીએફ દ્વારા ઘટનાસ્થળ પર પહેલા સીપીઆર અપાવી અને ત્યાર બાદ હોસ્પિટલની મદદથી કેશવનનો જીવ બચાવ્યો, તાત્કાલિક જે રીતે કામ કરવામાં આવ્યું તેનાથી જીવ બચી ગયો અને પત્ની તથા જવાનોના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Mathura, Uttar prades

    विज्ञापन
    विज्ञापन