નીતિન ગૌતમ, મથુરા. યમુના એક્સપ્રેસવે (Yamuna Expressway) પર ફરી એકવાર દર્દનાક દુર્ઘટના (Road Accident) બની છે. મંગળવાર મોડી રાત્રે ડીઝલ ભરેલું એક ઓવરસ્પીડ ટેન્કર અનિયંત્રિત થઈને ડિવાઇડર તોડીને આગ્રા તરફ જઈ રહેલી ઇનોવા કાર પર પલટી ગયું. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થઈ ગયા છે. દુર્ઘટનાની જાણકારી મળતાં જ ડીએમ નવનીત ચહલ તથા એસએસપી ગૌરવ ગ્રોવર ઘટનાસ્થળે પહોંચ્યા અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને હાઇવેનો વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
યમુના એક્સપ્રેસ વે પર એ સમયે મોટી દુર્ઘટના બની જ્યારે નોઇડા તરફથી આવી રહેલું ટેન્કર (HR69-3433) અનિયંત્રિત થઈને ડિવાઇડર તોડીને આગ્રાથી નાઇડા તરફ જનારા રોડ પર આવી ગયું અને ત્યાંથી પસાર થઈ રહેલી ઇનોવા કાર (HR 33D 0961) પર પલટી ગયું. ટેન્કર ઈનોવા પર પલટી જવાના કારણે તેમાં બેઠેલાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. દુર્ઘટના એટલી ભયંકર હતી કે ઈનોવા કારનો ભુક્કો બોલી ગયો.
Seven persons including two women died after an oil tanker collided with the car they were travelling in, on Yamuna Expressway. Bodies have been recovered and sent for post-mortem: Mathura SSP Gaurav Grover pic.twitter.com/fbpsAwQL23
આ દુર્ઘટનામાં ઇનોવામાં મુસાફરી કરી રહેલા લોકો હરિયાણાના જીંદના રહેવાસી હતા. મૃતકોમાં મનોજ, બબીતા, અભય, કોમલ, કલ્લૂ, હિમાદ્રિ અને ડ્રાઇવર રાકેશનો સમાવેશ થાય છે. દુર્ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસવે કર્મી અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
ડીએમ નવનીત ચહલ અને એસએસપી ગૌરવ ગ્રોવર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની શરૂઆત કરી. એસએસપીએ એવું પણ જણાવ્યું કે ટેન્કરમાં ડીઝલ ભરેલું હતું અને તે રસ્તા પર ફેલાઈ ગયું હતું. આ કારણે રિફાઇનરીનું સેફ્ટી યુનિટ અને ફાયરબ્રિગેડ ટીમ કામ કરી રહી છે જેથી વધુ નુકસાન ન થાય.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર