માંડ-માંડ બચી હેમા માલિની, આંધી-તોફાનમાં કાફલાની આગળ જ પડ્યું ઝાડ

News18 Gujarati
Updated: May 14, 2018, 9:24 AM IST
માંડ-માંડ બચી હેમા માલિની, આંધી-તોફાનમાં કાફલાની આગળ જ પડ્યું ઝાડ

  • Share this:
ઉત્તરપ્રદેશના મથુરા લોકસભા મતવિસ્તારથી ભાજપ સાંસદ હેમા માલિની રવિવારે એ સમયે બચી ગયા જ્યારે તોફાનને કારણે એક વૃક્ષ અચાનક તેના કાફલાની સામે પડ્યુ હતુ. આ ઘટના ત્યારે બની જ્યારે હેમા માલિની એક ગામમાં સભાને સંબોધન કરીને પરત ફરતા હતા.

ખરાબ હવામાનને જોતા સતર્ક રહીને વાહન ચલાવાનારે ઝાડ સાથે ગાડી ટકરાય એ પહેલા જ બ્રેક લગાવીને ગાડીને રોકી દીધી હતી. ત્યારબાદ સાંસદના સુરક્ષાકર્મીઓએ મળીને ઝાડને હટાવીને રસ્તો સાફ કર્યો.સાંસદ હેમા માલિની 4 દિવસીય પ્રવાસ પર ગૃહજનપદ મથુરા આવ્યા છે. રવિવારે ત્રીજા દિવસે સાંસદ હેમા માલિની માંચ તહસીલના મિઠોલી ગામમાં ગ્રામીણો સાથે જનતાસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામવાસીઓના જણાવ્યા મુજબ, મિઠોલી ગામમાં જાહેરસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યા હેમા માલિની ભાજપ સરકારની ચોથી વર્ષગાંઠ પહેલાં, જનતાને મોદીના 'સબકા સાથ સબકા વિકાસ'ના સુત્રને સંદેશો પહોંચાડવા આવ્યા હતા.

જો કે, જ્યારે તેઓ સભાને સંબોધન કરતા હતા, ત્યારે હવામાન ઝડપથી બદલાઇ ગયુ હતુ. બદલાતા મોસમને જોઇને ભાજપના સાંસદે સભા છોડી જવાનો નિર્ણય કર્યો. જ્યારે તેઓ થોડા કિલોમીટર આગળ પહોંચ્યા ત્યારે તેના કાફલા આગળ એક ઝાડ પડ્યુ, અને ગાડી તેની સાથે ટકરાઇ નહીં. જેના કારણે તેઓ બચી ગયા હતા.

બાદમાં, ભાજપના કાર્યકરો અને પોલીસે, એકસાથે મળીને ઝાડને હટાવ્યુ. આ દરમિયાન, તેઓને અડધો કલાક રસ્તા પર પસાર કરવો પડ્યો.
First published: May 14, 2018, 9:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading