રામ જન્મભૂમિ પછી હવે મથુરામાં શ્રીકૃષ્ણના ભક્તો કોર્ટની રાહે, કૃષ્ણ જન્મભૂમિ 'મુક્ત' કરવા કરી અરજી

News18 Gujarati
Updated: September 26, 2020, 2:38 PM IST
રામ જન્મભૂમિ પછી હવે મથુરામાં શ્રીકૃષ્ણના ભક્તો કોર્ટની રાહે, કૃષ્ણ જન્મભૂમિ 'મુક્ત' કરવા કરી અરજી
મથુરા

આ ક્રમમાં હાલમાં થોડા સમય પહેલા જ પ્રયાગરાજમાં અખિલ ભારતીય અખાડા પરિષદની બેઠકમાં સાધુ-સંતોએ મથુરામાં કુષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ મંદિરને લઇને ચર્ચા કરી હતી.

  • Share this:
અયોધ્યા કેસ (Ayodhya Case)માં વિજયી થઇ રામલલા વિરાજમાન (Ramlala Virajman) થયા પછી હવે મથુરા (Mathura)માં પણ શ્રીકુષ્ણ ભગવાનના ભક્તો કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મથુરાની એક અદાલતની સિવિક કોર્ટમાં જન્મભૂમિની મુક્ત કરવાની માંગ સાથે શ્રીકૃષ્ણકશ્રી કોર્ટના દ્વારે આવ્યા છે.

આ અરજી દ્વારા 13.37 એકડની કૃષ્ણ જન્મભૂમિ(Krishna Janmbhumi) નું સ્વામિત્વ માંગવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જન્મભૂમિની જમીન પર મુગલકાળમાં કબજો કરી અહીં શાહી ઇદગાહ બનાવવામાં આવી હતી. અરજીમાં શાહી ઇદગાહ મસ્જિદ હટાવાની માંગ કરવામાં આવી છે. આ મામલે શ્રીકૃષ્ણ વિરાજમાન સમેત તેમના 6 ભક્તોએ અરજી કરી છે.

જો કે પ્લેસેજ ઓફ વર્શિપ એક્ટ 1991 આ મામલે મોટી મુસીબત બની રહ્યો છે. આ એક્ટ મુજબ વિવાદિત રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસને લઇને માલકીના હક પર ચુકાદામાં છૂટ આપવામાં આવી હતી. પણ મથુરા-કાશી સમતે તમામ ધાર્મિક કે આસ્થા સ્થળો પર વિવાદો પર કેસ કરવાથી રોકવામાં આવ્યા હતા.

વધુ વાંચો : પાણી વેચતા વ્યક્તિએ જેક માને પાછળ છોડ્યા, બન્યો ચીનનો સૌથી ધનિક વ્યક્તિ

ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછીથી જ એક પક્ષ હવે કાશી અને મથુરામાં કાનૂની લડાઇ માટે આગળ આવ્યો છે. આ ક્રમમાં હાલમાં થોડા સમય પહેલા જ પ્રયાગરાજમાં અખિલ ભારતીય અખાડા પરિષદની બેઠકમાં સાધુ-સંતોએ મથુરામાં કુષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ મંદિરને લઇને ચર્ચા કરી હતી.
અને સંતોએ કાશી-મથુરામાં આ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published by: Chaitali Shukla
First published: September 26, 2020, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading