લો બોલો! ગણિતમાં PhD માતાને તેના બાળકના મેથ્સ હોમવર્ક માટે લેવો પડ્યો ફેસબુકનો સહારો

મિરરના એક અહેવાલ અનુસાર, ગણિતનો આ પ્રશ્ન એટલો જટિલ નીકળ્યો કે, અન્ય માતાપિતા પણ તેને જોઇને હેરાન અને ભ્રમિત થઇ ગયા હતા.

મિરરના એક અહેવાલ અનુસાર, ગણિતનો આ પ્રશ્ન એટલો જટિલ નીકળ્યો કે, અન્ય માતાપિતા પણ તેને જોઇને હેરાન અને ભ્રમિત થઇ ગયા હતા.

  • Share this:
ગણિત હંમેશા નાનાથી માંડી મોટા તમામ લોકો માટે સૌથી અઘરા વિષયોમાંથી એક રહ્યું છે. હાલમાં જ એક સાત વર્ષના બાળકનું હોમવર્ક માતા માટે એટલું મુશ્કેલ બન્યું કે તેને અંતે ફેસબુક પર લોકોની મદદ લેવી પડી. ટેરેસા હોપર, એક પીએચડી ધારક છે, જે પોતાના પુત્રની બુકમાં લખેલા સવાલોનો જવાબ આપવામાં અસમર્થ હતી અને ભારે અસમંજસમાં મુકાઇ ગઇ હતી. તે માટે તેણી ફેસબુક ગ્રુપ ફેમિલી લોકડાઉન ટિપ્સ એન્ડ ટ્રિક્સમાં પહોંચી અને અન્ય વાલીઓની મદદ માંગી હતી. ગ્રુપમાં તેણે ગણિતના પ્રશ્ન અંગે લખ્યું કે તેને હોમવર્ક જરા પણ પસંદ નથી અને તેણે પૂછ્યું કે વિકલ્પ A) અને B)નો જવાબ સરખો જ રહેશે કે તેણી કંઇક ભૂલી રહી છે.

મિરરના એક અહેવાલ અનુસાર, ગણિતનો આ પ્રશ્ન એટલો જટિલ નીકળ્યો કે, અન્ય માતાપિતા પણ તેને જોઇને હેરાન અને ભ્રમિત થઇ ગયા હતા. એક ગણિત પીએચડી ધારકે લખ્યું કે, તેમને ખબર જ નથી કે સવાલ શું પુછવાનો છે, ત્યાં સુધી કે તેની સાથે એક ડાયાગ્રામ કે કોઇ બીજી જાણકારી ન આપવામાં આવે. તો એક અન્ય ગ્રુપ મેમ્બરે કહ્યું કે, તે આ સવાલના જવાબમાં ખોવાઇ ગયા છે. આ પ્રશ્ન પર અસંખ્ય લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી, પરંતુ ત્યાં સુધી તેને કોઇ ઉકેલી ન શક્યું, જ્યાં સુધી એક શિક્ષા સલાહકાર મેદાને ન આવ્યા.

સરકારે Covishield રસીનાં બે ડોઝ વચ્ચે ઓછું કર્યું અંતર, જાણો કોને મળશે પ્રાથમિકતા

મેથ વ્હીઝના સિનિયર એજ્યુકેશન કન્સલ્ટન્ટ ફીયોના ગોડાર્ડે પોતાના રંગીન કાઉન્ટર કાઢ્યા, જેમાં દરેક રંગ સમાન સંખ્યા વાળા માર્કરોને સોંપ્યો હતો. લીલા રંગ સાથે 3 સો કાઉન્ટર, પીળા 17 દશક કાઉન્ટર્સ અને લાલ 16 એકમ કાઉન્ટર્સ અને તેનો ઉકેલ શોધી કાઢ્યો. આ કાઉન્ટર કુલ સરવાળો 486 બતાવે છે, જે માત્ર તેનો ટોટલ કરીને મેળવાયો હતો.

COVID-19 in India: સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસ, 3403 સંક્રમિતોની મોત

3*100=300, 17*10=170, 16*1=16 -300+170+16=486

જવાબ A) માટે અહીં ઘણા બધા ઉપાયો છે કારણ કે ઘણા 3 આંકડા વાળા નંબર 100 અને 243ની વચ્ચે આવે છે જેનો ઉપયોગ સમાન કાઉન્ટર બનાવવા માટે થઇ શકે છે. ફીયોનાનું કહેવું છે કે જો તમામ કાઉન્ટરનો ઉપયોગ નથી થઇ શકતો, તો તે નંબર 172 છે. અને જવાબ B) માટે ઉપાય છે 243 જે કુલ ટોટલ 486ને 2 વડે ભાગાકાર કરીને મળે છે. પછી તેણે 243ના બે સમાન ગ્રુપ બનાવ્યા.ગ્રુપ 1માં 2 સો કાઉન્ટર, 4 દશક કાઉન્ટર, 3 એકમ કાઉન્ટર સામેલ હતા. જ્યારે ગ્રુપ 2માં 1 સો કાઉન્ટર, 13 દશક કાઉન્ટર અને 12 એકમ કાઉન્ટર સામેલ હતા.
First published: