Home /News /national-international /ભાણેજ સાથે મામાએ રેપ કર્યો, કિસ કરતો ફોટો વોટ્સએપના સ્ટેટ્સમા મુક્યો: પરિવારને જાણ થઈ તો પગ તળેથી જમીન સરકી ગઈ

ભાણેજ સાથે મામાએ રેપ કર્યો, કિસ કરતો ફોટો વોટ્સએપના સ્ટેટ્સમા મુક્યો: પરિવારને જાણ થઈ તો પગ તળેથી જમીન સરકી ગઈ

પ્રતિકાત્મક ફોટો

યૂપીના બાંદા જિલ્લામાં સંબંધોની ઐસીતૈસી કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સગીર બાળકી સાથે તેના મામાએ રેપ કર્યો અને બાદમાં ફરાર થઈ ગયો હતો.

    બાંદા: યૂપીના બાંદા જિલ્લામાં સંબંધોની ઐસીતૈસી કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સગીર બાળકી સાથે તેના મામાએ રેપ કર્યો અને બાદમાં ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ હૈવાને ઘટના સમયે સગીર સાથે કીસ કરતા જે તસ્વીર તેણે લીધી હતી, તેને વોટ્સએપ પર સ્ટેટસમાં લગાવી હતી.

    ઘટના અતર્રા પોલીસ સ્ટેશનના એક ગામની છે. અહીં ગિરવા પોલીસ ચોકી અંતર્ગત આવતા એક વિસ્તારની રહેવાસી સગીર મોસાળમાં રહીને અભ્યાસ કરતી હતી. ઘટનાના દિવસે તેના મામા જબલપુર ગયા હતા, જ્યારે મામી તેના પિયરે ગઈ હતી. ઘરમાં નાની અને સગીર બાળકી જ હતી.

    કિસ કરતો ફોટો સ્ટેટસમાં મુક્યો


    આ દરમિયાન તિંદવારી પોલીસ ચોકી વિસ્તારમાં રહેતા તેના મામા ઘરે પહોંચ્યા. તેણે ઘરમાં મોકો જોઈને સગીર સાથે દુષ્કર્મ કરીને ફરાર થઈ ગયો. ત્યાર બાદ તેણે વોટ્સએપના સ્ટેટસમાં કીસ કરતો ફોટો પણ લગાવ્યો. જેને જોઈને પરિવારમાં હડકંપ મચી ગયો હતો.

    આ પણ વાંચો: અભણ પતિએ મહેનત કરી પત્નીને ગ્રેજ્યુએશન કરાવ્યું, ડિગ્રી મળતા જ પત્નીએ સાથે રહેવાની ના પાડી દીધી

    સગીર બાળકીએ આપબીતી સંભળાવી


    પરિવારે સગીર બાળકી સાથે પુછપરછ કરી. ડરતા બાળકીએ પોતાની આપબીતી સંભળાવી તો પરિજનોના પગતળેથી જમીન ખસકી ગઈ હતી. ત્યાર બાદ તેની માતાએ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.

    આરોપીની શોધ કરી રહી છે પોલીસ


    આ પ્રકરણમાં SHO અનૂપ કુમાર દુબેએ કહ્યું કે, પીડિતાની મહિલાએ ફરિયાદ નોંધાવી અને તેની દિકરી સાથે સંબંધોમાં લાગતા મામાએ રેપ કર્યો છે. આરોપી વિરુદ્ધ કેસ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन