Home /News /national-international /

Vaishno Devi Bhawan Stampede: વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં ભાગદોડમાં જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓની થઈ ઓળખ, જાણો યાદી

Vaishno Devi Bhawan Stampede: વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં ભાગદોડમાં જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓની થઈ ઓળખ, જાણો યાદી

વૈષ્ણો દેવી મંદિર

Vaishno Devi Bhawan Stampede: માતા વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે થયેલી ભાગદોડમાં અત્યારસુધી 12 લોકોનાં મોતના સમાચાર છે. બનાવમાં 13 લોકો ઘાયલ થયા છે. ભાગદોડ મંદિરના ગર્ભગૃહની બહાર 2:45 વાગ્યાની આસપાસ થઈ હતી.

    જમ્મુ: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કટરા ખાતે આવેલા માતા વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને પગલે થયેલી ભાગદોડ (Vaishno Devi Bhawan Stampede) માં ઓછામાં ઓછા 12 લોકોએ જીવ ગુમાવ્યો છે. બનાવમાં 13 લોકો ઘાયલ થયા છે. ભાગદોડ મંદિરના ગર્ભગૃહ બહાર ગેટ નંબર ત્રણ પાસે થઈ હતી. માતા વૈષ્ણોદેવી મંદિર જમ્મૂથી આશરે 50 કિલોમીટર દૂર ત્રિકુટા પર્વત પર સ્થિત છે. ઘટના બાદ જિલ્લા તંત્રએ હેલ્પલાઇન નંબર (Vaishno Devi Bhawan Stampede Helpline Number) જાહેર કર્યાં છે. શ્રી માતા વૈષ્ણો શ્રાઇન બોર્ડના હેલ્પલાઇન નંબર 01991-234804 અને 01991-234053 પર સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત પીસીઆર કટરાના હેલ્પલાઈન નંબર 01991232010 અથવા 9419145182 પર, પીસીઆર હેલ્પલાઇન નંબર 0199145076 અથવા 9622856295 અથવા ડીસી કાર્યાલય કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર 01991245763 અથવા 9419839557 પર સંપર્ક કરી શકાય છે.

    આઠ લોકોની ઓળખ થઈ:

    ભાગદોડમાં માર્યા ગયેલા 12 લોકોમાંથી 8 લોકોની ઓળખ કરવામાં આવી છે. તંત્ર તરપથી આપવામાં આવેલા જાણકારી પ્રમાણે અત્યારસુધી જે લોકોની ઓળખ થઈ છે તેમના નામ નીચે પ્રમાણે છે.

    1) ધીરજકુમાર તરલોક કુમાર ઉ.વ. 26- નૌશેરા રાજૌરી
    2) શ્વેતાસિંહ વિક્રાંતસિંહ ઉં.વ. 35- ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ
    3) વિનય કુમાર ઉ.વ. 24- બદરપુર, દિલ્હી
    4) સોનૂ નરિંદર પાંડે. ઉં.વ.24- બદરપુર, દિલ્હી
    5) મમતા સુરિન્દર, ઉં.વ 38- બેરી ઝજ્જર, હરિયાણા
    6) ધર્મવીરસિંહ, ઉં.વ. 35- સહરાનપુર, ઉત્તર પ્રદેશ
    7) વનીત કુમાર વિરામપાલસિંહ, ઉં.વ. 38- સહારનપુર, ઉત્તર પ્રદેશ
    8) ડૉક્ટર અરુણ પ્રતાપ સિંહ, ઉં.વ. 30- ગોરખપુર, ઉત્તર પ્રદેશ

    જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલનું નિવેદન

    જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બનાવ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યુ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરીને તેમને બનાવ અંગે જાણકારી આપી છે. વડાપ્રધાન મોદીએ શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. આજની ભાગદોડ અંગે તપાસના આદેશ આપી દેવાયા છે. માતા વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં ભાગદોડથી થયેલા મોતથી ખૂબ દુઃખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના, ઘાયલ લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.

    પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

    ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાને ફોન કરીને બનાવ અંગે માહિતી મેળવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, "માતા વૈષ્ણોદેવી ભવન ખાતે થયેલી ભાગદોડમાં લોકોનાં જીવ ગયાના સમાચાર દુઃખી કરનારા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહા સાથે વાતચીત કરીને સ્થિતિ અંગે માહિતી મેળવી છે."

    રાહુલ ગાંધીનું ટ્વિટ

    કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુર્ઘટના પર ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, "માતા વૈષ્ણોદવી મંદિરમાં થયેલી ભાગદોડની દુર્ઘટના ખૂબ જ દુ:ખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી શોક સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના."

    રાજનાથ સિંહનું ટ્વિટ

    રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને લખ્યું છે કે, "માતા વૈષ્ણોદેવી ખાતે ભાગદોડનો બનાવ હચમચાવી દે તેવો છે. લોકોના મોતથી ખૂબ દુઃખ થયું છે. આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું."

    આ પણ વાંચો: રામલલાનું મંદિર બની રહ્યું છે, રોક સકો તો રોક લો; અયોધ્યામાં અમિત શાહે કોને આપ્યો પડકાર

    અમિત શાહનું ટ્વિટ

    "માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલી દુઃખદ દુર્ઘટનાથી હૃદય ખૂબ જ વ્યથિત છે. આ અંગે મેં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા સાથે વાતચીત કરી છે. તંત્ર ઘાયલોને સારવાર પહોંચાડવા માટે સતત કાર્યરત છે. બનાવમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Jammu Kashmir, Vaishno devi, અકસ્માત, જમ્મુ

    આગામી સમાચાર