Home /News /national-international /

ભાજપનો માસ્ટર સ્ટ્રોક, 17 સાંસદ અને 100થી વધુ MLAએ કર્યું ક્રોસ વોટિંગ!

ભાજપનો માસ્ટર સ્ટ્રોક, 17 સાંસદ અને 100થી વધુ MLAએ કર્યું ક્રોસ વોટિંગ!

પીએમ મોદીએ દ્રૌપદી મુર્મૂને પાઠવી શુભેચ્છા

દેશના નાગરિકો સહિત ટોચના નેતાઓ દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા પાઠવી રહ્યા છે. દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ બનશે

  દિલ્હી: એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu)ની જીત થઇ છે. દેશને નવા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ (new President) મળ્યા છે. દેશના નાગરિકો સહિત ટોચના નેતાઓ દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા પાઠવી રહ્યા છે. દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂને ક્રોસ વોટિંગ (cross voting) દ્વારા અત્યાર સુધી 17 સાંસદો અને 104 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. અત્યાર સુધી 16 રાજ્યોમાં 104 ધારાસભ્યોએ ક્રોસ વોટ કર્યું છે.  દ્રૌપદી મુર્મૂને સમર્થન આપનારા સાંસદોની સંખ્યા 523 હતી, પરંતુ મત 540 મળ્યા. જેનો અર્થ થાય છે કે, 17 સાંસદોએ તેમના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું. આમ અત્યાર સુધી 16 રાજ્યોમાં 104 ધારાસભ્યોએ ક્રોસ વોટ કરી દ્રૌપદી મુર્મૂને વોટ આપ્યો છે. વિપક્ષમાં હોવા છતાં આ ધારાસભ્ય અને સાંસદોએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યું છે અને તેમને મત આપ્યા છે.

  ગુજરાતમાં એનસીપી ધારાસભ્ય કાંધલ એસ જાડેજાએ કહ્યુ હતુ કે, તેઓ અંતરાત્માનો અવાજ સાંભળી દ્રૌપદી મુર્મૂને સમર્થન આપશે. જ્યારે તેમની પાર્ટી એનસીપી યશવંત સિંહાના પક્ષમાં હતી. ગુજરાતમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુભાઇ વસાવાએ પણ ક્રોસ વોટિંગ કર્યું હતું. ઉપરાંત અખિલેશ યાદવના કાકા શિવપાલે દ્રૌપદી મુર્મૂને મત આપ્યો હતો. તેમના બરેલીના ધારાસભ્ય શહઝીલ ઇસ્લામે પણ ખુલીને ક્રોસ વોટિંગ કર્યું હતું. હરિયાણાના કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઇએ દ્રૌપદી મુર્મૂને વોટ આપ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરીના ત્રણ રાઉન્ડમાં કુલ 3219 મત હતા. જેનું મૂલ્ય 8,38,839 હતું. જેમાંથી દ્રૌપદી મુર્મૂને 2161 મત મળ્યા, જેનું મૂલ્ય 5,77,777 છે. જ્યારે યશવંત સિંહાને 1058 વોટ મળ્યા, જેનું મૂલ્ય 2,61,062 છે. પ્રથમ રાઉન્ડમાં મુર્મૂને 540 અને સિંહાને 208 સાંસદોના વોટ મળ્યા હતા. બીજા રાઉન્ડમાં મુર્મૂને 809 અને સિંહાને 329 વોટ મળ્યા હતા. થર્ડ રાઉન્ડમાં મુર્મૂને 812 અને સિંહાને 521 વોટ મળ્યા હતા.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Draupadi Murmu, National news, President of India

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन