ગોડાઉનમાં લાગેલી આગની લપેટમાં શાળા આવી, બે બાળકો સહિત ત્રણનાં મોત

આગની લપેટમાં માસુુમ ભુંજાયા

કપડાનાં ગોડાઉનમાં લાગેલી આગ બાજુમાં આવેલી શાળામાં પણ ફેલાઇ અને ગુંગળામણમાં ત્રણનાં મોત થયાં.

 • Share this:
  ફરિદાબાદ: હજુ થોડા સમય પગેલા જ ગુજરાતનાં સુરતમાં કોંચિગ ક્લાસિસમાં આગ લાગતા 22 વિદ્યાર્થાઓનાં મોત નીજપ્યાં હતાં ત્યારે દેશમાં બીજી એક ઘટના બની છે. ફરિદાબાદમાં કપડાનાં એક ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી અને આ આગ આસપાસનાં મકાનોમાં પણ ફેલાતા બાજુમાં આવેલા શાળામાં પણ આગની લપેટમાં આવી ગઇ હતી.

  આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ફરિદાબાદની દુબાઇ કોલોનીમાં આ આગ લાગી હતી અને બાજુમાં આવેલા ખાનગી શાળા તેની લપેટમાં આવી ગઇ હતી અને ખાનગી શાળામાં ભણતા બે બાળકો અને એક શિક્ષકનું પણ મોત નીપજ્યું હતું.

  સ્થાનિક માધ્યમોનાં અહેવાલ પ્રમાણે, આ આગ લાગવાથી બે બાળકો અને શિક્ષકનું ગુંગળવામણથી મોત થયું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં બનેલી આગની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો અને દિલ્હી સરકારે ફાયર વિભાગને તાકિદ કરી હતી કે, કોચિંગ ક્લાસિસની તપાસ કરવામાં આવે અને જો ક્યાં ફાયર સુરક્ષામાં કચાસ જણાય તો તેને બંધ કરી દેવામાં આવે.

  સમગ્ર દેશમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે દિલ્હીનાં લક્ષ્મીનગર, મુખર્જી નગર, કલુ સરાઇ, બેર સરાઇ, જીયા સરાઇ, મુનિર્કા, અને કરોલ બાગ વિસ્તારમાં ચાલતા કોચિંગ ક્લાસિસમાં અભ્યાસ કરવા માટે આવે છે.
  Published by:Vijaysinh Parmar
  First published: