Home /News /national-international /રાજસ્થાનમાં યોજાવા જઈ રહ્યા છે સૌથી મોટા સમૂહ લગ્ન; 5 લાખ મહેમાનો આવશે, 4 લાખ કિલો ભોજન બનશે
રાજસ્થાનમાં યોજાવા જઈ રહ્યા છે સૌથી મોટા સમૂહ લગ્ન; 5 લાખ મહેમાનો આવશે, 4 લાખ કિલો ભોજન બનશે
Rajasthan mass wedding
હકીકતમાં જોઈએ તો, સર્વ ધર્મ નિશુલ્ક વિવાહ સંમેલનના નામથી આ આયોજન થઈ રહ્યું છે. તેમાં પાંચ લાખ લોકો મહેમાન બનીને આવશે. આ સૌથી મોટા લગ્નની તૈયારી એક મહિનાથી ચાલી રહી છે. આયોજકોનું કહેવું છે કે, શહેરની બહાર ગ્રામિણ વિસ્તારમાં લગભગ એક હજાર વીઘા જમીન પર કામ ચાલી રહ્યું છે.
બાંરા: રાજસ્થાનના નાના એવા જિલ્લા બાંરામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં એટલા મોટા લગ્ન થઈ રહ્યા છે કે ગિનિઝ બુકવાળા પણ આવી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ સૌથી મોટા લગ્ન છે. તેમાં 2200 યુગલ લગ્નના બંધને બંધાશે. સીએમ અશોક ગેહલોત સહિત કેટલાય મોટા નેતા ચીફ ગેસ્ટ છે. ચર્ચા છે કે, આ લગ્ન પર લગભગ સો કરોડનો ખર્ચ આવી રહ્યો છે, જેને કેટલાય નેતા અને સંસ્થા મળીને ઉપાડશે.
એક મહિનાથી ચાલી રહી છે તૈયારી, 5 લાખ મહેમાનો આવશે
હકીકતમાં જોઈએ તો, સર્વ ધર્મ નિશુલ્ક વિવાહ સંમેલનના નામથી આ આયોજન થઈ રહ્યું છે. તેમાં પાંચ લાખ લોકો મહેમાન બનીને આવશે. આ સૌથી મોટા લગ્નની તૈયારી એક મહિનાથી ચાલી રહી છે. આયોજકોનું કહેવું છે કે, શહેરની બહાર ગ્રામિણ વિસ્તારમાં લગભગ એક હજાર વીઘા જમીન પર કામ ચાલી રહ્યું છે. એક મહિનાથી આ કામ ચાલું છે. લગભગ ચાર હજાર જેટલા નાના મોટા પંડાલ લગાવ્યા છે. વર અને વધુના પરિવાર માટે અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ખાવાની તૈયારી સાત દિવસથી બે હજાર લોકો કરી રહ્યા છે. છ હજાર લોકોનો અલગથી સ્ટાફ બોલાવ્યો છે. જે ખાવા અને અન્ય જવાબદારી જોઈ રહ્યા છે. એક કરોડ લીટર પાણીનો બંદોબદસ્ત કરવા માટે સમગ્ર વિસ્તારમાં 17 કિમી લાંબી પાઈપ લાઈન નાખેલી છે. ખાવામાં 800 ક્વિન્ટલ બેસનની બરફી, 800 ક્વિન્લ નુક્તી, 350 ક્વિન્ટલ નમકીન બનાવી લીધા છે.
લગભગ બે હજાર કિલો પુરી અને દાળ બનાવવાની તૈયારી આજે સાંજથી શરુ થઈ ગઈ છે. કાલે સવારે દસ કલાકથી સાંજના છ વાગ્યા સુધી ખાવાનું પિરસવામાં આવશે અને એક જગ્યાી બીજી જગ્યા પર માલ મોકલવવા માટે ટ્રેક્ટર રાખ્યા છે. જેની સંખ્યા લગભગ 300 છે. ખાંડ સીધી મહારાષ્ટ્રની શુગર મીલમાંથી આવી છે. જેનો વજન 300 ક્વિન્ટલ છે. આ ઉપરાંત 1000 ક્વિન્ટલ લોટ આવ્યો છે. લગભગ 300 ક્વિન્ટલ સ્ટોક અલગથી રાખ્યો છે. દેશી ઘી 1250 ડબ્બા અને મગફળીનું તેલ 2500 ડબ્બા મગાવ્યા છે. એનાથી અડધો સ્ટોક અલગથી રાખી મુક્યો છે.
એક સાથે ખાવાનું ખાશે 25 હજાર લોકો
લગભગ ત્રીસ પંડાલ ખાવા માટે અલગથી બનાવ્યા છે. દરેક પંડાલમાં લગભગ પચાસ હજાર લોકો એક સાથે ભોજન લઈ શકશે. સામૂહિક વિવાહ સમારંભનું કામ જોઈ રહેલા મીડિયા પ્રભારી મનોજ જૈન આદિનાથે જણાવ્યું કે, આખી ટીમ કામે લાગેલી છે. એક મહિનાથી લાગેલા છે. દરેક કામ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર