મસૂદ અઝહરના ભાઈની કબૂલાત, 'ભારતના હુમલામાં જૈશનો કેમ્પ તબાહ થયો'

પ્રતિકાત્મક તસવીર

જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ મોહમ્મદ અમ્મારે જણાવ્યું હતું કે ભારત સરકારે અમારા ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે તેમના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જૈશના વડા મસૂદ અઝહરના ભાઈ મૌલાના અમ્મારે કબૂલાત કરી છે કે ભારતની વાયુસેનાએ એ જગ્યાએ બૉમ્બ વરસાવ્યા હતા જ્યાં જૈશ આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે. જોકે, NEWS 18 આ વીડિયોની હકિકતની પુષ્ટી કરતું નથી.

  તેણે સ્વીકાર્યુ હતું કે ભારતે પાકિસ્તાનની કોઈ સરકારી સંસ્થા પર હુમલો કર્યો નહોતો, પરંતુ ભારતે જે જગ્યાએ હુમલો કર્યો ત્યાં એજન્સીના લોકો મીટિંગ કરતા હતા. આ જગ્યાએ લોકોને એકઠા કરી અને કાશ્મીરની મદદ માટે ઉશ્કેરવામાં આવતા હતા. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે કાશ્મીરમાં જેહાદના નામે લોકોને કેવી રીતે તૈયાર કરવામાં આવતા હતા. આ ઑડિયોમાં એવો પણ ઉલ્લેખ છે કે હવે લોકોને ભારતના હુમલાની આડમાં જેહાદ માટે ઉશ્કેરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનથી નિસ્કાસિત પત્રકાર તાહા સિદ્દિકીએ પણ આ વીડિયોને પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

  આ પણ વાંચો: અભિનંદનનો પ્રથમ ખુલાસો, 'પાક આર્મીએ મને માર્યો તો નથી, પરંતુ માનસિક પરેશાન કર્યો  અત્રે ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ સીમા પાર છૂપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીયો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. વાયુસેનાના વિમાનોએ નિયંત્રણ રેખાની પાર આતંકી કેમ્પ પર આશરે 1,000 કિલોના બૉમ્બ વરસાવી અને આશરે 200-300 આતંકવાદીનો ખાત્મો બોલાવી દીધાનો દાવો કર્યો છે. જોકે, સરકારે આ અંગે કોઈ સરકારી આંકડાઓ જાહેર કર્યા નથી.

  આ પણ વાંચો: મસૂદ અઝહરની કિડની ફેલ, આર્મી હૉસ્પિટલમાં રોજ થઈ રહ્યું છે, ડાયાલિસિસ
  Published by:Jay Mishra
  First published: