ચીનનો ફરી ઈશારો, મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં નાખશે રોડાં

News18 Gujarati
Updated: March 13, 2019, 3:49 PM IST
ચીનનો ફરી ઈશારો, મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં નાખશે રોડાં
આતંકી મસૂદ અઝહરની ફાઇલ તસવીર

આ મામલામાં ચીન તરફથી ફરી એકવાર અડચણ ઊભી કરવાની આશંકા છે. બીજી તરફ અમેરિકા અને રશિયાએ ચીનને પોતાનું વલણ બદલવાનો આગ્રહ કર્યો છે.

  • Share this:
જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસોમાં ચીન ફરી એકવાર અડચણ ઊભી કરી શકે છે. મસૂદ સાથે જોડાયેલા પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજૂ કર્યાના થોડાક જ કલાકો પહેલા ચીને ફરી એકવાર આ પ્રસ્તાવની વિરુદ્ધ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, તમામ પક્ષોની સહમતિવાળા પ્રસ્તાવ જ આ વિવાદનો ઉકેલ કરી શકે છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, હું ફરી કહેવા માંગું છું કે ચીન એક જવાબદાર વલણ અપનાવતા UNSC 1267 સમિતિમાં વિચાર-વિમર્શમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય ચીનની પાસે વીટોનો અધિકાર છે અને તે છેલ્લી ત્રણ વાર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રયાસમાં અડચણ ઊભી કરી ચૂક્યું છે.

ભારતના સતત પ્રયાસો બાદ બુધવારે જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવી શકે છે. અમેરિકા અને રશિયાએ ચીનને પોતાનું વલણ બદલવાનો આગ્રહ કર્યો છે.

ભારતની મહત્વની મુહિમમાં અમેરિકા પણ સાથે છે. અમેરિકા તરફથી નિવેદન કરીને કહેવામાં આવ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન છે અને મસૂદ તેનો પ્રમુખ છે. એવામાં તેને પણ ગ્લોબલ આતંકી જાહેર કરવો જોઈએ. મસૂદ અઝહર ભારતીય ઉપમહાદ્વીપમાં શાંતિ માટે ખતરો છે.

અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા રોબર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે અમેરિકા અને ચીન આ વાત પર સહમત છે કે ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત થવી જોઈએ. જો જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર પર બેન નહીં લાગે તો શાંતિનું મિશન ફેલ ગઈ શકે છે.થોડાક દિવસો અગાઉ જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા, બ્રિટન એન ફ્રાન્સ તરફથી આતંકવાદી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકીની યાદીમાં સામેલ કરવા અને અલ-કાયદાને પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મળ્યો છે. સુરક્ષા પરિષદના અન્ય સ્થાઈ સભ્ય રશિયા પણ આ પ્રસ્તાવનું સમર્થન કરશે.

મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની કવાયતની વચ્ચે પાકિસ્તાન સરકારે ભારતની સાથે તણાવ ઓછો કરવા માટે જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહર પર કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. જે હેઠળ પાકિસ્તાને કેટલાક આતંકવાદી ઠેકાણાઓ અને મદરેસાઓને કબજામાં લઈ લીધા હતા.

આ પણ વાંચો, રાહુલ ગાંધી બોલ્યા - મસૂદ અઝહર ‘જી’, સ્મૃતિ ઇરાનીએ શેર કર્યો વીડિયો

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદની વિરુદ્ધ આ પ્રસ્તાવ ફ્રાન્સે રજૂ કર્યો હતો, જ્યારે અમેરિકા અને બ્રિટને તેનું સમર્થન કર્યું હતું. આ ત્રણ દેશોએ કારણ પણ જણાવ્યું કે મસૂદ અઝહરને કેમ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવે. રશિયા તેમાં પાર્ટી ન હોવા છતાંય પ્રસ્તાવનું સમર્થન કરશે. રશિયા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાઈ સભ્ય છે.
First published: March 13, 2019, 8:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading