Home /News /national-international /

પુલવામા એટેકના આ માસ્ટરમાઇન્ડ આતંકવાદીને પાકિસ્તાન અને ચીનની મદદ

પુલવામા એટેકના આ માસ્ટરમાઇન્ડ આતંકવાદીને પાકિસ્તાન અને ચીનની મદદ

મસુદ અઝહર કંદાહર વિમાન અપહરણ બાદ જેલમાંથી છુટ્યો હતો અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છૂપાઈ અને આતંકવાદી પ્રવૃતિ ચલાવે છે.

વર્ષ 1994માં આ આતંકવાદીને પોર્ટુગલમાં નકલી પાસપોર્ટથી મુસાફરી કરવા બદલ પકડી પાડ્યો હતો. વર્ષ 1999માં કંદાહરમાં થયેલા વિમાનના અપહરણ બાદ તેને છોડવામાં આવ્યો હતો.

  ન્યૂઝ 18 ગુજરાતી: 1968માં જન્મેલા મસૂદ અઝહર જે મૌલાના મસૂદ અઝહર તરીકે ઓળખાય છે તે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક છે. ભારત ઉપરાંત આ સંગઠન અમેરિકા, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ આતંકવાદી પ્રવૃતિ કરી રહ્યુ છે. યુનાઇટેડ સ્ટેટ્સ આ સંગઠન પર પ્રતિબંધ મૂકી ચુક્યું છે. આ સંગઠન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ઑપરેટ થાય છે. મસૂદ અઝહર પોતાની ભારત વિરોધી પ્રવૃતિઓ માટે જાણીતું છે અને ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓમાનો એક છે.

  મૌલાના મસૂદ અઝહરને વર્ષ 1994માં નકલી પાસપોર્ટ સાથે મુસાફરી કરવાના ગુનામાં પોર્ટુગલમાંથી ભારતે પકડી પાડ્યો હતો. વર્ષ 1999માં કંદાહરમાં ભારતના ઇન્ડિયન એર લાઇન્સ ના વિમાનના અપહરણ બાદ તેનો છુટાકારો થયો હતો. ભારતે અનેક વાર દાવો કર્યો છે કે મસુદ અઝહરને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની મદદ મળે છે.

  શું હતું કંદાહર વિમાન અપહરણ?
  27 ડિસેમ્બર 1999ના રોજ 5 હથિયારધારી આતંકવાદીઓએ 178 યાત્રીઓ સાથે પ્રવાસ કરી રહેલા ઇન્ડિયન એર લાઇન્સના વિમાન આઈસી- 814નું અપહરણ કર્યુ હતું. આ આતંકવાદીઓ હરકત-ઉલ- મુજાહિદ્દીન નામનું સંગઠનના હતા. તેમણે યાત્રીઓના બદલામાં ભારત સરકાર પાસેથી ત્રણ આતંકવાદીઓની મુક્તિની માંગણી કરી હતી. ભારત સરકારે આ આતંકવાદીઓને છોડવાની ફરજ પડી હતી જેમાનો એક મસૂદ અઝહર હતો.

  આ પણ વાંચો: સુરક્ષા દળોને છૂટો દૌર આપી દેવાયો છે, આતંકીઓએ આ વખતે ભૂલ કરી : PM નરેન્દ્ર મોદી

  જેલમાંથી છુટ્યા બાદ કાશ્મીરમાં ભારતીય સેના સામે લડવા માટે મસુદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનની સ્થાપના કરી હતી. અઝહર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં કેટલાક વર્ષો સુધી છુપાયેલો રહ્યો હતો.

  અગાઉ પણ ભારત પર હુમલા કર્યા છે
  ફક્ત પુલવામાં એટેક જ નહીં પઠાણકોટ એરબેઝ પર થયેલા હુમલામાં પણ જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. એના વિરોધમાં અઝહરને બ્લેકલિસ્ટ કરવાની ભારત સરકારની માંગણી હતી.

  અગાઉ સંસદ પર થયેલા હુમલામાં પણ મસુદનો હાથ હતો. વર્ષ 2001માં અઝહર અફઝલ ગુરૂ સાથે સંસદ પર આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ હતો જેમાં 9 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.

  પુલવામાં હુમલો: સિદ્ધુએ પાકિસ્તાનનો બચાવ કર્યો કહ્યું, આતંકવાદનો દેશ નથી હોતો

  વર્ષ 2014માં ભારતની ગુપ્તચર સંસ્થાએ ચેતાવણી આપી હતી કે અઝહર ફરી કોઈ વિમાન હાઇજેક કરવાનો પ્રયાસ કરી શકે છે. એ સમયે દિલ્હી મેટ્રોને પણ હાઇ અલર્ટ પર રાખવામાં આવી હતી. અઝહરે એક મોટી રેલી દ્વારા આ ચેતાવણી આપી હતી જેમાં તેણે ઑડિયોના માધ્યમથી સંબોધન કર્યુ હતું.

  દુનિયામાં આતંક છે
  બીબીસીએ વર્ષ 2016માં એપ્રિલમાં જણાવ્યું હતું કે મસૂદ અઝહરે જ બ્રિટનમાં આતંકવાદનો પાયો નાંખ્યો છે. આ ઉપરાંત અમેરિકા મસૂદ અઝહરને વખોડી ચુક્યું છે. ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, કેનેડામાં પણ તેની આતંકવાદી પ્રવૃતિઓ સક્રિય છે.

  દેશના આત્મા પર હુમલો, આખું વિપક્ષ જવાનો અને સરકાર પડખે ઊભું છે : રાહુલ

  ચીને બેન પર વીટો પાવર વાપર્યો હતો
  પઠાણકોટ એરબેઝ હુમલા બાદ ભારતે જૈશ અને મસૂદ અઝહર પર આતંકી સંગઠનનું લેબલ મૂકી અને યુએનમાં પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો પરંતુ આ મુદ્દે ચીને વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. એ વખતે ચીન સિવાય તમામ દેશો ભારત સાથે ઊભા હતા પરંતુ ચીને વીટો પાવર વાપરીને આ પગલાના વિરોધ કર્યો હતો.

  CRPF જવાનોની શહીદીથી ખુશ થયું PAK,આતંકીઓને ગણાવ્યાં આઝાદીનાં લડવૈયા
  Published by:Jay Mishra
  First published:

  Tags: Masood-azhar, Pulwama attack, ચીન, પાકિસ્તાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन