કોરોના સહિત અન્ય કેટલાક વાયરસોને નિષ્ક્રિય કરતું માસ્ક તૈયાર, જુઓ શું છે તેની ખાસિયત

કોરોના સહિત અન્ય કેટલાક વાયરસોને નિષ્ક્રિય કરતું માસ્ક તૈયાર, જુઓ શું છે તેની ખાસિયત

  • Share this:
    નવી દિલ્લી: વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (જીએસટી)એ સોવનારે કહ્યું કે પૂણેના એક સ્ટાર્ટ અપે થ્રીડી અને દવાઓના મિશ્રણથી એક માસ્ક તૈયાર કર્યું છે. જેના સંપર્કમાં આવતાની સાથે જ કોરોના સહિત અનેક પ્રકારના વાયરસોને નષ્ટ કરી દે છે. થિંક ટેક્નોલોજી ઈન્ડિયા પ્રાઈવવેટ લીમિટેડ દ્વારા આ માસ્ક પર વિષાણું અવરોધક એન્ટીજનનો લેપ કરવામાં આવ્યો છે.

    ડીએસટીએ કહ્યું કે, પરીક્ષણો બતાવે છે કે આ કોટિંગ સાર્સ-કોવ -2 ને નિષ્ક્રિય કરે છે. વિભાગ અનુસાર, પેસ્ટમાં વપરાતા ઘટકો સોડિયમ ઓલેફિન સલ્ફોનેટ આધારિત મિશ્રણ છે, તે એક સાબુ સંબંધિત એજન્ટ છે.



    વિભાગે કહ્યું કે, જ્યારે વાયરસ કોટિંગના સંપર્કમાં આવે છે, ત્યારે તેની બાહ્ય પડ તેનો નાશ કરે છે. કોટિંગ સામગ્રી સામાન્ય તાપમાને સ્થિર હોય છે અને સૌંદર્ય પ્રસાધનોમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. ડીએસટીએ કહ્યું કે, એન્ટિવાયરલ માસ્ક પહેલ એ કોવિડ -19 સામેના યુદ્ધના ભાગ રૂપે ટેક્નોલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા વેપારીકરણ માટે પસંદ કરેલા પ્રારંભિક પ્રોજેક્ટ્સમાંની એક છે. આ બોર્ડએ વિભાગ હેઠળની કાનૂની સંસ્થા છે.

    આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે અમદાવાદ સિવિલમાં બાળકો માટે 300 બેડ તૈયાર રખાયા

    આ પણ વાંચો: ગુજરાત કૉંગ્રેસ BJPના ખિસ્સામાં છે, જરૂર પડે છે ત્યારે માલ સપ્લાય કરે છે: અરવિંદ કેજરીવાલ

    થિંક્ર ટેક્નોલોજી ઈન્ડિયા પ્રા.લિ.ના સ્થાપક નિયામક શીતલકુમાર જામ્બદે જણાવ્યું હતું કે, અમને ખબર પડી ગઈ છે કે, ચેપને રોકવા માટે માસ્ક સાર્વત્રિક રૂપે એક મુખ્ય સાધન બનશે. પરંતુ તે સમયે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ અને માસ્ક મોટાભાગે ઘરેલું અને પ્રમાણમાં ઓછી ગુણવત્તાવાળા હતા.

    તેમણે કહ્યું, તેથી, ઉચ્ચ ગુણવત્તાવાળા માસ્ક બનાવવાની જરૂરિયાત અમને પ્રોજેક્ટ હાથ ધરવા માટે પ્રોત્સાહન આપે છે. ચેપનો ફેલાવો રોકવા તે એક સારી પહેલ હતી.
    Published by:kuldipsinh barot
    First published:June 14, 2021, 21:58 IST

    ટૉપ ન્યૂઝ