Home /News /national-international /'ઇમરાન ખાનનો ફોન પણ નથી ઉપાડતા મોદી,' મરિયમ શરીફે ખોલી પાક.ની પોલ

'ઇમરાન ખાનનો ફોન પણ નથી ઉપાડતા મોદી,' મરિયમ શરીફે ખોલી પાક.ની પોલ

પીએમ મોદી, ઇમરાન ખાન, મરિયમ શરીફ

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રીએ ઇમરાન ખાન પર નિશાન સાધતા કહ્યું કે, ભારતના વડાપ્રધાન પાકિસ્તાનના પોતાના સમકક્ષ ઇમરાન ખાનને સન્માન નથી આપતા.

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી બીજી વખત શપથ લઈ રહ્યા છે. 2014માં તેમના શપથ ગ્રહણ સમારંભમાં SAARC (South Asian Association for Regional Cooperation) દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફનો પણ સમાવેશ થતો હતો. પરંતુ આ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને શપથ ગ્રહણ સમારંભમાંથી દૂર રાખવામાં આવ્યા છે. આને લઈને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ શરીફે મોટો ખુલાસો કર્યો છે.

જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રીએ મંગળવારે ઇમરાન ખાન પર નિશાન સાધ્યું હતું. મરિયમે કહ્યું કે ભારતના વડાપ્રધાન પાકિસ્તાનના પોતાના સમકક્ષ ઇમરાન ખાનને સન્માન નથી આપતા. મરિયમના કહેવા પ્રમાણે ફેબ્રુઆરીમાં પણ મોદીએ ઇમરાન ખાનનો ફોન ઉપાડ્યો ન હતો. પાકિસ્તાનના 1998ના પરમાણું પરિક્ષણ સંબંધમાં મોડલ ટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં મરિયમે કહ્યું કે ઇમરાન ખાને ફરિયાદ કરી હતી કે ભારતીય વડાપ્રધાન તેમનો ફોન નથી ઉઠાવી રહ્યા. એ સમયે બંને દેશ વચ્ચે તણાવ ચરમસીમા પર હતો.



શક્તિશાળી સૈન્યનો ઉલ્લેખ કરતા મરિયમ કહ્યું હતું કે, "મોદી અને દુનિયાના અન્ય રાષ્ટ્રના વડાઓ ઇમરાન ખાનને સન્માન નથી આપતા. તે લોકો જાણે છે કે તમે કોઈની મદદથી લોકોના વોટ ચોરીને સત્તા પર આવ્યા છો. તમે બીજાના ઈશારે ચાલો છો."

નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ વધારે હતો. ભારતના જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે એક ફિદાયીન હુમલાખોરે ભારતના અર્ધસૈનિક દળોની બસ પર આત્મઘાતિ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 40થી વધારે ભારતીય જવાનો શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને બાલાકોટ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ દરમિયાન ભારતીય સૈન્યના એક પાયલટને પાકિસ્તાને પકડી લીધો હતો. જોકે, બાદમાં ઇમરાન ખાનની સરકારે પાયલટને ભારતને સોંપી દીધો હતો. જે બાદમાં બંને દેશ વચ્ચે તણાવ ઓછો થયો હતો.



મરિયમે વધુમાં કહ્યું કે, "ઇમરાન ખાન, તમારો દરજ્જો એક કઠપૂતળીથી વધારે નથી. દુનિયામાં તમને કોઈ સન્માન નથી આપતું. ઇમરાન ખાન શરીફને મોદીના મિત્ર કહેતા ફરતા હતા."
First published:

Tags: Imran Khan, Oath taking ceremony, નરેન્દ્ર મોદી, પુલવામા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો