ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી વિટારા બ્રીઝા (Maruti Suzuki Vitara Brezza) એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ ખાલી 4.5 વર્ષમાં જ 5.5 લાખ ગાડીઓ વેચી છે. આ સેલના આંકડા સામે આવ્યા પછી આ ગાડીએ અત્યાર સુધીની પહેલી કોમ્પેક્ટ એસયુવી (Best-selling compact SUV of India) બની ગઇ છે જે ઓછા સમયમાં સારું એવું વેચાણ કરી શકી છે.
ઉલ્લેખનીય છે કે મારુતિની આ ગાડી 2016માં લોન્ચ થઇ હતી. જેણે પોતાના શાનદાર લુકથી એસયુવી સેક્શનમાં એક ક્રાંતિ લાવી હતી. આ ગાડી જેટલો દમદાર લુક કોઇ બીજી સેગમેન્ટની ગાડીઓમાં જોવા નથી મળતો.
આ ગાડીની ડિઝાઇન, પરફોર્મસના કારણે ગ્રાહકોથી લઇને ક્રિટીક્સ પણ તેના ખૂબ વખાણ કરે છે. આ એસયુવી ગ્રાહકોને યુનિક લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. વળી ગ્રાહકોની જરૂરિયાતને જોતા વિટારા બ્રિઝાને 2020માં ઓટો એક્સપોમાં નવા બદલાવ સાથે લૉન્ચ કરી હતી.

Maruti Suzuki Vitara Brezza
આ વર્ષે લૉચ થયેલી નવી વિટારા બ્રીઝા હજી સુધીમાં 32000થી વધુ ગાડીઓ ખાલી 6 મહિનામાં વેચી છે. ગિયરબોક્સ મામલે ઇંઝન 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિકનો ઓપ્શન છે. સાથે જ કિંમતની વાત કરીએ તો તેમાં Maruti Suzuki Vitara Brezza ની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 7,34,000 રૂપિયા છે.
બ્રીઝાની ડિઝાઇન બાકી દરેક ગાડી કરતા અલગ અને ખાસ છે.
તેમાં એસયુવીમાં 4 સિલેન્ડર, 1.5 લીટરની સીરીઝ બીએસ6 પેટ્રોલ એન્જિન છે. આ કારણે આ ગાડીને જોરદાર પાવર મળે છે. વિટારા બ્રિઝાની માઇલેઝ શાનદાર છે. અને તેના ઓટોમેટિક વર્ઝનમાં એક લીટર લગભગ 18.76 કિલોમીટર માઇલેઝ આપે છે. જ્યારે મેન્યુઅલ વર્ઝનમાં 17.03 રૂપિયા પ્રતિ લીટર માયલેઝ આપે છે.