B'Dayનાં 6 દિવસ પહેલા શહીદી, કેપ્ટને લખ્યુ'તું- જિંદગી લાંબી નહીં, મોટી હોવી જોઇએ

News18 Gujarati
Updated: February 5, 2018, 4:08 PM IST
B'Dayનાં 6 દિવસ પહેલા શહીદી, કેપ્ટને લખ્યુ'તું- જિંદગી લાંબી નહીં, મોટી હોવી જોઇએ
23 વર્ષથી પણ ઓછી ઉંમરમાં દેશ માટે બલિદાન આપનારા કેપ્ટન કપિલ કુંડૂનું માનવું હતુંકે જિંદગી લાંબી નહીં મોટી હોવી જોઇએ. તેમણે તેમનાં ફેસબૂક સ્ટેટ્સ પર ફિલ્મ 'આનંદ'નો પ્રખ્યાત ડાયલોગ લખ્યો હતો

23 વર્ષથી પણ ઓછી ઉંમરમાં દેશ માટે બલિદાન આપનારા કેપ્ટન કપિલ કુંડૂનું માનવું હતુંકે જિંદગી લાંબી નહીં મોટી હોવી જોઇએ. તેમણે તેમનાં ફેસબૂક સ્ટેટ્સ પર ફિલ્મ 'આનંદ'નો પ્રખ્યાત ડાયલોગ લખ્યો હતો

  • Share this:
રાજૌરી: 23 વર્ષથી પણ ઓછી ઉંમરમાં દેશ માટે બલિદાન આપનારા કેપ્ટન કપિલ કુંડૂનું માનવું હતુંકે જિંદગી લાંબી નહીં મોટી હોવી જોઇએ. તેમણે તેમનાં ફેસબૂક સ્ટેટ્સ પર ફિલ્મ 'આનંદ'નો પ્રખ્યાત ડાયલોગ લખ્યો હતો. તેમનું ફેસબુક સ્ટેટ્સ હતું, 'જિંદગી લાંબી નહીં, મોટી હોવી જોઇએ'. 23 વર્ષની ઉંમરે જ કેપ્ટને ઘણી મોટી જિંદગી જીવી લીધી. રવિવારે જમ્મૂ કશ્મીરની રાજૌરી સીમા પારથી ફાયરિંગમાં કેપ્ટન કુંડૂ અને ત્રણઅન્ય જવાન શહિદ થઇ ગયા હતાં.

કેપ્ટન કપિલ કુંડૂનો છ દિવસ બાદ 23મો જન્મ દિવસ હતો. 10 ફેબ્રુઆીએ તેનો 23મો જન્મ દિવસ છે. ગુરુગ્રામનાં રહેનારાં કેપ્ટનનાં માથેથી પિતાનો હાથ છુટ્યા બાદ પણ તેની માતા સુનીતાએ તેને દેશની સેવા માટે સેનામાં મોકલવાનો સાહસિક નિર્ણય કર્યો હતો. હજુ સુધી તેનાં લ્ગન પણ નથી થયા. તેની બે બહેન છે જેમનાં લગ્ન થઇ ગયા છે. કેપ્ટનની શહાદતની ખબર મળતા જ ગુરુગ્રામનાં પટોડી સ્થિત તેમનાં ઘરે શોકનો માહોલ છવાઇ ગયો છે.



રવિવારે પાકિસ્તાનની નાપાક ફાયરિંગનાં જડબાતોડ જવાબ આપતા સમયે કેપ્ટન કુંડૂએ તેમનાં પ્રાણ ન્યોછાવર કરી દીધા. તેમની સાથે દેશનાં ત્રણ અન્ય સપૂતે પણ શહાદત વ્હોરી લીધી. શહીદ થયેલાં જવાનોમાં રાઇફલમેન શુભમ કુમાર, રાઇફલમેન રામઅવતાર અને હવલદાર રોશન લાલ હતાં.

આ વર્ષે પુંછ સેક્ટરમાં થયેલાં સિઝફાયરનાં ઉલ્લંઘનમાં અત્યાર સુધીમાં નવ જવાન સહિત કૂલ 17 લોકોનાં મોત થયા છે. તેમજ 70થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની સેના તરફથી પુંછ સેક્ટરનાં શાહપુર અને ભિંબર ગલીમાં રવિવારેસ વારે ગોળીબાર થયો હતો જેમાં ચાર જવાન શહીદ થયા અને એક જવાન ઘાયલ થયો હતો. આ સાથે જ બે બાળકો પણ ગોળીનાં નિશાના બન્યા હતાં.

જેનાં જવાબમાં ભારતીય સૈનિકોએ ભારે ગોળીબાર કર્યો હતો. સોર્સિસની માનીયે તો, પાકિસ્તાની સેના તરફથી નાના હથિયારો, ઓટોમેટિક હથિયારો, એન્ટી ગાઇડેડ મિસાઇળ અને મોર્ટારથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.
First published: February 5, 2018, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading