જો માર્શલે ના બચાવ્યા હોત તો ઉપસભાપતિ હરિવંશ પર થયો હોત હુમલો : રવિંશકર પ્રસાદ

News18 Gujarati
Updated: September 21, 2020, 9:46 PM IST
જો માર્શલે ના બચાવ્યા હોત તો ઉપસભાપતિ હરિવંશ પર થયો હોત હુમલો : રવિંશકર પ્રસાદ
જો માર્શલે ના બચાવ્યા હોત તો ઉપસભાપતિ હરિવંશ પર થયો હોત હુમલો : રવિંશકર પ્રસાદ

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભાના નિલંબિત સાંસદોને સમાપતિના આદેશ છતા સદન નહીં છોડવાના પગલાને અવૈધ ગણાવ્યો

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravishankar Prasad)રાજ્યસભા (Rajyasabha)ના નિલંબિત સાંસદોને સમાપતિના આદેશ છતા સદન નહીં છોડવાના પગલાને અવૈધ ગણાવ્યો છે. કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે કહ્યું હતું કે સભાપતિ દ્વારા નિલંબનની જાહેરાત છતા રાજ્યસભા ના છોડવું અવૈધ આચરણ હતું. તેમની આ વર્તુણક સદનના નિયમોને ના માનવાના તેમના આચરણમાં વધારો કરે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સભાપતિ એમ વેંકયા નાયડુએ (M Venkaiah Naidu)સદનમાં અમર્યાદિત આચરણને લઈને તૃણમુલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન, આપના સંજય સિંહ સહિત વિપક્ષના આઠ સભ્યોને માનસૂન સત્રના બાકી બચેલા સત્રમાંથી નિલંબિત કરી દીધા છે.

નિલંબત થયેલા સભ્યોએ સમાપતિના આદેશ છતા સદનની બહાર જવાથી ઇન્કાર કરી દીધો હતો. તે બીજા કેટલાક સભ્યો સાથે સદનમાં વિરોધ કરી રહ્યા હતા. હંગામાના કારણે સદનનું કામકાજ બાધિત થયું હતું. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આ વાતમાં પુરતા પ્રમાણમાં સાબિતી છે જો માર્શલે ઉપસભાપતિ હરિવંશ જી ની રક્ષા ના કરી હોત તો તેમના પર લગભગ શારીરિક હુમલો થયો હતો.


આ પણ વાંચો - Maruti- તમારી 4 ફેવરિટ કાર પર મળી રહ્યું છે 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, કરો ચેક

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સરકાર પાસે કાલે સ્પષ્ટ બહુમત હતું, 110 ઉપસ્થિત સભ્ય કૃષિ બિલનું સમર્થન કરી રહ્યા હતા અને ફક્ત 72 સાંસદ જ વિરોધ કરી રહ્યા હતા. અમારી પાસે નિર્ણાયક બહુમત હતો. તેમનો એજન્ડો રાજ્યસભામાં વિધેયકોને પારિત કરવાથી રોકવાનો હતો.
Published by: Ashish Goyal
First published: September 21, 2020, 9:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading