નાસાના ઈંજેન્યુટી હેલીકોપ્ટરમાં આવી ખામી, શું આગામી અભિયાનમાં તેની અસર જોવા મળશે?

  • Share this:
નાસાના ઈંજેન્યુટી હેલીકોપ્ટરે મંગળ ગ્રહ(Mars) પર નેવિગેશનમાં ગરબડનો સામનો કરવો પડ્યો હતો. આ કારણોસર ઈંજેન્યુટીએ થોડા સમય માટે અનિયંત્રિત ઉડાન ભરવી પડી હતી, પરંતુ ત્યારબાદ બધુ જ સામાન્ય થઈ ગયું અને હોલીકોપ્ટર સુરક્ષિત જગ્યા પર આવી ગયું હતું. ઈંજેન્યુટીની સફળ ઉડાનના કારણે તાજેતરમાં નાસા(NASA)એ ઈંજેન્યુટીનું અભિયાન એક મહિના માટે વધાર્યું હતું.

છેલ્લી પાંચ ઉડાન સફળ રહી

ઈંજેન્યુટીની આ છઠ્ઠી ઉડાન હતી અને તે પહેલા તેણે પાંચ સફળ ઉડાન ભરી હતી. દરેક ઉડાન સમયે ઈંજેન્યુટીનો સમય અને તેની ઉંચાઈ વધતી ગઈ જેના કારણે, દરેક નવી ઉડાન વધુ મુશ્કીલ અને પડકારપૂર્ણ બનતી ગઈ. છેલ્લા એક મહિનામાં ઈંજેન્યુટીએ પહેલી વાર આ સમસ્યાનો સામનો કરવો પડ્યો.

એક મિનિટ માટે સમસ્યા આવી

નાસાના જેટ પ્રપલ્શન લેબોરેટરીના અધિકારીએ જણાવ્યું કે ઈંજેન્યુટી સફળતાપૂર્વક લેન્ડ કરી શક્યું. ગયા શનિવારે ઈંજેન્યુટી હેલીકોપ્ટરે જ્યારે છઠ્ઠી ઉડાન ભરી ત્યારે તે 10 મીટરની ઉંચાઈ પર હતું, ત્યારે એક મિનિટ માટે સમસ્યા આવી હતી.

ઈંજેન્યુટીએ ફોટા પણ પાડ્યા

ઈંજેન્યુટીએ તે સમયે ફોટા તો પાડ્યા, પરંતુ નેવિગેશન સિસ્ટમનો એક પણ ફોટો ના પાડી શકાયો. આ કારણોસર ટાઈમિંગ સીક્વન્સમાં ગરબડ થઈ અને આ રોબોક્રાફ્ટની સ્થિતિને લઈને ભ્રમ પેદા થયો. આ ગરબડ થોડા સમયમાં જ દૂર થઈ ગઈ.

Space, Mars, NASA, ingenuity helicopter, wild flight, Navigation error, confusing ride, Perseverance Rover,

અન્ય સમસ્યા પણ આવી

હેલીકોપ્ટના પ્રમુખ પાયલોટ હાર્વર્ડ ગ્રિપે જણાવ્યું કે એક મિનિટ માટે ઈંજેન્યુટી પાછળની તરફ 20 ડિગ્રી સુધી નમી જતા ઊર્જાના વપરાશમાં થોડો ફેરફાર થયો હતો. ગ્રિપે ઓનલાઈન સ્ટેટસ અપડેટમાં લખીને જણાવ્યું કે ઈંજેન્યુટીમાં એક બિલ્ટ ઈન સિસ્ટમ છે જે અધિક સ્થાયિત્વ પ્રદાન કરવાનું કામ કરે છે. આ બિલ્ટ ઈન સિસ્ટમના કારણે હેલીકોપ્ટરે નિર્ધારિત લેન્ડિંગ સ્થળથી 5 મીટર દૂર સુરક્ષિત લેન્ડિંગ કર્યું.

આ પ્રોજેક્ટ કરોડોનો છે

મંગળ પર ઈંજેન્યુટી નાસાના પર્સિવિયરેંસ સાથે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઊતર્યું હતું. તેના બે મહિના બાદ પૃથ્વીથી બહાર બીજા ગ્રહ પર ઉડાન ભરનાર વિમાન બન્યું. 1.8 કિલોના આ રોબોક્રાફ્ટના ટેકનિકલ પ્રદર્શન પર નાસાએ રૂ. 8.5 કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે. નાસાના એન્જિનિયર આ સમસ્યાનું વિશ્લેષણ કરી રહ્યા છે.

Space, Mars, NASA, ingenuity helicopter, wild flight, Navigation error, confusing ride, Perseverance Rover,

મંગળ પર ઈંજેન્યુટીનું કાર્ય સરળ નથી

મંગળની પરિસ્થિતિ જોતા ઈંજેન્યુટીના આ પ્રોજેક્ટનું કાર્ય ખૂબ જ મુશ્કીલ જણાઈ રહ્યું છે. તેના ઊર્જાતંત્રને કાર્યક્ષમ રાખવા માટે નિશ્ચિત તાપમાન કરતા વધુ તાપમાનમાં રાખવામાં આવે છે. -90 અને તે કરતા ઓછુ તાપમાન હોય તો પણ તે મંગળ પર પહોંચી જાય છે. ઈંજેન્યુટીની બેટરી દિવસે સૂર્યની રોશનીથી ચાર્જ કરાય છે અને તેની સાથે થર્મોસ્ટૈટ હીટરનો પણ સતત ઉપયોગ કરવો પડે છે.

ગરબડ કેવી રીતે થઈ અને આગળ આ પ્રકારની કોઈ ગરબડ ન થાય તે માટે શું કરવામાં આવશે તેની નાસાએ જાણકારી આપી નથી. ઈંજેન્યુટીએ પર્સિવિયરેંસ રોવરની સાથે સાથે આગળના રસ્તાઓની જાણકારી આપવાની છે. જે માટે તેણે રોવરથી આગળ ઉડવાનું રહેશે. આ પ્રકારે રોવર તેના રસ્તામાં આવતી સમસ્યાથી બચી શકશે.
Published by:kuldipsinh barot
First published: