Home /News /national-international /નવપરિણીતાએ લગ્નના 4 મહિના બાદ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

નવપરિણીતાએ લગ્નના 4 મહિના બાદ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

દંપતીની તસવીર

Madhya pradesh News: નવપરિણીત યુવતી છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર ઉદાસ સ્ટેટસ મૂકી રહી હતી. તે પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ડિપ્રેશનમાં હતી.

    ઇન્દોરઃ આઇટી હબ ઈન્દોર શહેરમાંથી પ્રેમ લગ્નનો કરુણ અંત આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઈન્દોરમાં પ્રેમ લગ્નના ચાર મહિના બાદ યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. નવપરિણીત યુવતી છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર ઉદાસ સ્ટેટસ મૂકી રહી હતી. તે પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ડિપ્રેશનમાં હતી.

    સૂચના મળતા પહોંચેલી પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ M.Y હોસ્પિટલમાં કરાવ્યા બાદ મૃતદેહને સ્વજનોને સોંપ્યો હતો. બીજી બાજુ મૃતક યુવતીની માતાએ પુત્રીના પતિ પર દહેજ માટે હેરાન કરવાનો અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. હાલ નવપરિણિત યુવતીના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે દીપશિખા અને તેના પતિનો મોબાઈલ જપ્ત કર્યો છે. પોલીસે FIR નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.

    હકીકતમાં ઈન્દોરના ખજરાના વિસ્તારના આશા નગરમાં રહેતી દીપશિખા શર્માએ ચાર મહિના પહેલા કેફેનું સંચાલન સંભાળનાર યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દંપતી પરિવારથી અલગ રહેતું હતું. દીપશિખા શર્માએ ગુરુવારે રાત્રે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. શુભમે જ દીપશિખાને ફાંસી પર લટકતી જોઈને સૌથી પહેલા પોલીસને જાણ કરી હતી.

    આ પણ વાંચોઃ-8 Tallest Buildings demolition: દુનિયાની 8 મહાકાય બિલ્ડિંગને પણ ટ્વીન ટાવરની જેમ ધ્વસ્ત કરવામાં આવી હતી, જુઓ તસવીરોમાં


    જાણકારી બાદ યુવતીના પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી ન હોવાથી મામલો ખૂબ જ જટિલ બની ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સંબંધીઓના નિવેદનના આધારે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    મૃતક મેહંદી આર્ટિસ્ટ હતી


    મૃતક દીપશિખા મહેંદી આર્ટિસ્ટ હતી. કામ દરમિયાન તેની ઓળખ સરાફામાં કાફે સંભાળતા શુભમ શર્મા સાથે થઈ હતી. આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. શુભમ મૂળ ગ્વાલિયરના મુરાર વિસ્તારનો છે. તે છેલ્લા ઘણા સમયથી ઈન્દોરમાં પરિવારથી અલગ રહેતો હતો. દીપશિખા અને શુભમના લગ્ન 4 મહિના પહેલા થયા હતા.

    આ પણ વાંચોઃ-Noida Twin Towers Blast:3700 કિલો વિસ્ફોટકથી 800 કરોડના ટાવર્સ 12 સેકન્ડમાં ધ્વસ્ત થશે, આજથી ‘ટ્વીન ટાવર’ ઇતિહાસ બની જશે


    મોટા ભાઈએ પણ આત્મહત્યા કરી હતી

    દીપશિખાના મોટા ભાઈ પિયુષે પણ દેવાના કારણે થોડાં વર્ષ પહેલાં આત્મહત્યા કરી હતી. આ સમયે દીપશિખા તેના પરિવાર સાથે લોધીપુરા વિસ્તારમાં રહેતી હતી. વ્યાજખોરોના કારણે તેણીએ અહીંથી ઘર ખાલી કર્યું અને છત્રીપુરા વિસ્તારમાં એક ફ્લેટમાં તેની માતા સાથે રહેવા આવી. અહીં પણ વ્યાજખોરો ભાઈના દેવાને લઈને પરેશાન કરતા રહેતા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Commit suicide, Crime news, Madhya pradesh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन