કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક
મહિલાની તસવીર

મેં વિચાર્યું કે સાસરું ભણેલું ગણેલું છે. મારી પુત્રી અહીં ખુશ રહેશે પરંતુ લગ્નના થોડા દિવસ બાદ સાસરીના લોકોએ પિંકી કૌરને દહેજ લાવવા માટે ત્રાસ આપવાનું શરું કર્યું હતું.

  • Share this:
    પંજાબઃ દહેજપ્રથા (dowry case) સામે કેટલાક પણ કડક કાયદા બનાવો પરંતુ દહેજના લાલચું લોકોને કાયદાનો જરાપણ ડર રહ્યો નથી. રોજ અનેક મહિલાઓ આત્મહત્યા (woman suicide) કરી હોય છે. આવી જ એક ઘટના પંજાબના (Punjab) ફતેહગઢ સાહિબ વિસ્તારમાં સામે આવી છે. અહીં એક મહિલાએ માંગમાં સિદુર ભરી અને માથા ઉપર બિંદી લગાવીને જિંદગીથી દુઃખી થઈને આત્મહત્યા કરી લીધી હતી.

    મળતી માહિતી પ્રમાણે આ દુઃખદ ઘટના પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના રાજિંદગ નગર ગામમાં રવિવારે સવારે સામે આવી હતી. અહીં પરિણીત મહિલા પિંક કૌરે દહેજના ત્રાસથી કંટાળીને ખૌફનાગ પગલું ભર્યું હતું. પોલીસે મૃતક પરિણીતાના પિતાની ફરિયાદના આધારે સાસરિયાઓ અને પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપ હેઠલ કેસ નોંધી



    મૃતક મહિલા પિંકી કૌરે પિતા છોટા સિંહે જણાવ્યું કે તેમણે એક વર્ષ પહેલા 25 જાન્યુઆરી 2020ના દિવસે પોતાની પુત્રીના લગ્ન કરનૈલ સિંહની સાથે કર્યા હતા. મેં વિચાર્યું કે સાસરું ભણેલું ગણેલું છે. મારી પુત્રી અહીં ખુશ રહેશે પરંતુ લગ્નના થોડા દિવસ બાદ સાસરીના લોકોએ પિંકી કૌરને દહેજ લાવવા માટે ત્રાસ આપવાનું શરું કર્યું હતું. એટલું જ નહીં પતિ તેને મેણાં મારતો હતો.

    આ પણ વાંચોઃ- OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

    આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત માટે પત્ની અને સાળો જવાબદાર, દિલ પર પથ્થર મૂકી મેં દારૂ સાથે દવા પીધી છે', યુવકનો આપઘાત

    આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

    આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

    સાસરીના લોકોએ એટલો બધો ત્રાસ ગુજારતા હતા કે જિંદગી નરક બની ગઈ હતી. પિંકીએ અનેક વખત ફોન ઉપર સાસરીના ત્રાસ અંગે વાત કરી હતી. તેમને એ ખબર ન હતી કે સાસરીના લોકો તેને મારી નાંખશે.



    પિતાએ જણાવ્યું કે મેં સાસરીના લોકોને અનેક વખત સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ તેમણે પોતાનું વલણ બદલ્યું જ નહીં. પુત્રીએ દુઃખી થઈને આત્મહત્યા કરી લીધી હતી. (તસવીરઃ- હિન્દી એશિયાનેટ ન્યૂઝ)
    Published by:ankit patel
    First published:February 21, 2021, 19:36 pm

    ટૉપ ન્યૂઝ