પ્રેમ લગ્નના એક વર્ષમાં પતિ અને સાસરીયાઓએ દહેજ માટે ત્રાસ આપવાનું શરું કર્યું, પરિણીતાએ ફાંસો ખાધો

પતિ પત્નીની ફાઈલ તસવીર

kerala dowry case: કૃષ્ણપ્રભા અને શિવરાજ, જેઓ સાથે ભણ્યા હતા, પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા. પ્રેમી કપલે એક વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા. જોકે, યુવતીના સંબંધીઓએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ ઘરેથી દહેજ નહીં ચૂકવવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

  • Share this:
    ત્રિશુરઃ  અત્યારના આધુનિક સમયમાં  દહેજનું દૂષણ (dowry) હજી પણ કહેવાતા ભદ્ર સમાજમાં જોવા મળે છે. દહેજના ત્રાસના કારણે એક મહિલાએ પોતાના પતિના ઘરે જ આત્મહત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના કેરળના ત્રિશુરમાં બની છે. અહીં એક ઘરના રૂમમાંથી મહિલાની શંકાસ્પદ (married woman found dead in room) હાલતમાં લટકતી લાશ મળી હતી.

    ચેરુથુરુથીની વતની 24 વર્ષીય કૃષ્ણપ્રભા આ મહિનાની 14 મી તારીખે તેના પતિના ઘરે લટકતી મળી આવી હતી. સંબંધીઓએ તેના પતિ શિવરાજ અને તેના પરિવાર વિરુદ્ધ ચેરુથુરુથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મહિલાનું મોત દહેજના દુરુપયોગને (dowry accused) કારણે થયું છે. કૃષ્ણપ્રભા પલક્કડના તિરુમીતાકોડ નજીકના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી.

    મળતી માહિતી પ્રમઆણે કૃષ્ણપ્રભાના પતિ શિવરાજન તિરુમીતાકોડ વરાવટતુરમાં મન્નેનકોટ કમ્પાઉન્ડમાં રહે છે. કૃષ્ણપ્રભા અને શિવરાજ, જેઓ સાથે ભણ્યા હતા, પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા. પ્રેમી કપલે એક વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા. જોકે, યુવતીના સંબંધીઓએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ ઘરેથી દહેજ નહીં ચૂકવવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

    ફરિયાદ મુજબ, કૃષ્ણપ્રભાએ કહ્યું કે તેનો પતિ અને પરિવારના સભ્યો તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચેરુથુરુથી પોલીસે કહ્યું કે તેઓ શિવરાજ અને તેમના પરિવારની ટૂંક સમયમાં પૂછપરછ કરશે.

    ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં હત્યાની એક ઘટના સામે આવી હતી. આંધ્રપ્રદેશના ગુંટૂર શહેરના (Andrapradesh news) (gantur city) પટ્ટપક્કલના નાડુ રોડ (Pattupakkadna nadu road) પર એન્જિનિયરિંગની વિદ્યાર્થીનીને (engineering student) છરીના ઘા મારવાના આરોપમાં (boy attack on girl student with knife) એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! પિતાએ પુત્રી ઉપર દાનત બગાડી, બચવા માટે પુત્રી કાકા પાસે ગઈ, કાકાએ દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી

    આ ઘટના આંધ્રપ્રદેશના ગુંટૂર શહેરમાં રવિવારે બપોરે સ્વતંત્રતા દિવસની છે. ખાનગી એન્જિનિયરિંગ કોલેજના ત્રીજા વર્ષના બીટેકની વિદ્યાર્થીની 20 વર્ષીય રામ્યાશ્રીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ (cctv footage) બહાર આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. શશીકૃષ્ણ (22)ની ધરપકડ કરવામાં આવી હતી.
    Published by:ankit patel
    First published: