OMG! મેળામાં ફરવા ગયેલ પરિણીતા પ્રેમી સાથે ફરાર, પરેશાન પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન; જાણો પછી શું થયું?
OMG! મેળામાં ફરવા ગયેલ પરિણીતા પ્રેમી સાથે ફરાર, પરેશાન પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન; જાણો પછી શું થયું?
બાંકામાં એક પરિણીત મહિલા તેના પ્રેમી સાથે ભાગી જવાનો કિસ્સો સામે આવ્યો
Ajab Gajab Love Story: બિહાર (Bihar News)ના બાંકા (Banka)માં અજબ ગજબ લવસ્ટોરી સામે આવી છે. એક વ્યક્તિ તેની પત્નીને મેળામાં ફરવા લઈ ગયો હતો, જ્યાં તેની પત્ની ગુમ થઈ ગઈ હતી.
બાંકા. બિહાર (Bihar News)ના બાંકા (Banka) જિલ્લામાં એક અજીબ પ્રેમ (Weird Love Story)ની અદભુત કહાની સામે આવી છે. એક વ્યક્તિ તેની પત્નીને મેળામાં લઈ આવ્યો હતો, જ્યાંથી તે ગુમ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે પરિણીત મહિલા તેના કથિત પ્રેમી સાથે ચાલી ગઈ હતી. મેળામાં ઘણી શોધ કર્યા બાદ પણ પત્ની ન મળી આવતા તે વ્યક્તિ પોલીસ પાસે ગયો હતો.
મહિલાનો પરેશાન પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પીડિતાએ આરોપી સામે કાર્યવાહીની માંગ કરી છે. હાલ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જાણવાની કોશિશ કરી રહ્યા છે કે મામલો શું છે? નોંધપાત્ર વાત એ છે કે મહિલા 1 બાળકની માતા પણ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક પરિણીત મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે, આ ઘટના બાંકા જિલ્લાના બારહાટની છે. બધૌના ગામની એક મહિલા તેના પતિ અને બાળક સાથે ઢાકા મોડનો મેળો જોવા આવી હતી. ત્યારથી તેનું ઠેકાણું જાણી શકાયું નથી. મહિલાના પતિએ મંગળવારે સાંજે બારહાટ પોલીસ સ્ટેશન જઈને આ અંગે લેખિત ફરિયાદ આપી હતી.
મહિલાના પતિએ તેના જ ગામના રહેવાસી વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે. તે વ્યક્તિનું કહેવું છે કે તે તેની પત્ની અને બાળકો સાથે મેળો જોવા આવ્યો હતો. આ દરમિયાન આરોપી તેની પત્નીને કારમાં બેસાડી મેળાના મેદાનમાંથી ક્યાંક ચાલ્યો ગયો હતો. મહિલાના પરેશાન પતિએ આરોપી સામે કાર્યવાહીની માંગ કરી છે.
...અને ટૂંક સમયમાં બંને ગાયબ થઈ ગયા
કહેવાય છે કે મહિલાએ પોતાના કથિત પ્રેમીને કાર સાથે જોયો કે તરત જ તે ખુશ થઈ ગઈ. થોડી વારમાં બંને ગાયબ થઈ ગયા. 'દૈનિક જાગરણ'ના અહેવાલ મુજબ, પતિની ફરિયાદ મળ્યા બાદ સ્થાનિક પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ આ કેસની વાસ્તવિકતા શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, પોલીસે આ અંગે ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર