Home /News /national-international /

પહેલાની સરખામણીએ જલ્દી મોટી થઈ રહી છે છોકરીઓ તો લગ્નમાં કેમ વિલંબ? વાંચો આ સ્ટડી

પહેલાની સરખામણીએ જલ્દી મોટી થઈ રહી છે છોકરીઓ તો લગ્નમાં કેમ વિલંબ? વાંચો આ સ્ટડી

હાલમાં લગ્નની યોગ્ય ઉંમરને લઈને દેશમાં ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે (પ્રતિકાત્મક તસવીર)

Marriage age of Girls - કેન્દ્ર સરકારે છોકરીઓના લગ્નની ઉંમર 18થી વધારી 21 વર્ષ કરવા માટે કાયદો બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. જો કે કેન્દ્ર સરકારના આ વિચાર વિરુદ્ધ સામાજિક અને રાજકીય સ્તરે અલગ-અલગ સૂર ઉઠતા જોવા મળી રહ્યા છે

વધુ જુઓ ...
હાલમાં લગ્નની યોગ્ય ઉંમરને લઈને દેશમાં ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે છોકરીઓના લગ્ન (Marriage age of Girls)ની ઉંમર 18થી વધારી 21 વર્ષ કરવા માટે કાયદો બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. જો કે કેન્દ્ર સરકાર (Central Government)ના આ વિચાર વિરુદ્ધ સામાજિક અને રાજકીય સ્તરે અલગ-અલગ સૂર ઉઠતા જોવા મળી રહ્યા છે. જ્યાં ખાપ પંચાયતો લગ્નની કાયદેસર ઉંમર 21 વર્ષ કરવાની વાત કરી રહી છે, ત્યારે તેઓ એવું પણ કહી રહી છે કે માતા-પિતાને 18 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો અધિકાર મળવો જોઈએ. તે જ સમયે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના નેતા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) અને સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓએ પણ કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.

બીજી તરફ વિજ્ઞાન સંબંધિત સ્ટડી પર નજર કરીએ તો એક અલગ જ દૃષ્ટિકોણ સામે આવી રહ્યો છે. સ્તનના વિકાસ સંબંધિત વૈશ્વિક ડેટાના પરિણામો પર નજર કરીએ તો છોકરીઓ હવે 1970ના દાયકાની સરખામણીમાં લગભગ એક વર્ષ વહેલા યુવાની (Puberty)માં પહોંચી રહી છે. 30 અલગ-અલગ સ્ટડીના ડેટાનું સંકલન કરીને અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે 1977થી 2013 સુધીના દરેક દાયકામાં સ્તન વિકાસની ઉંમર સરેરાશ ત્રણ મહિના ઘટી છે. સ્ત્રીઓમાં સ્તનોનો વિકાસ જાતીય તબક્કાના પ્રથમ ક્લિનિકલ લક્ષણ ગણવામાં આવે છે.

આ પણ વાંચો - IT Raid: કાનપુરમાં 2 વેપારીઓ પર ઇન્કમટેક્સની રેડ, 160 કરોડ રૂપિયા મળ્યા, 24 કલાકથી મશીનથી પૈસા ગણી રહી છે ટીમ

આ ફેરફારને કારણે સ્વાસ્થ્ય પર શું અસર થશે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. WebMD.com એ જણાવ્યું હતું કે આ વિશે હજુ સુધી જોઈએ તેટલી સ્ટડી કરવામાં આવી નથી કે જેના પરથી જાણી શકાય છે કે સ્તનોના વહેલા વિકાસને કારણે મહિલાઓના સ્વાસ્થ્ય જીવન પર શું અસર પડશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે છોકરીઓમાં માસિક સ્રાવની શરૂઆત સ્થૂળતા, પ્રકાર 2 ડાયાબિટીસ, હૃદય રોગ અને એલર્જી સાથે સંબંધિત હોઈ શકે છે. માસિક સ્રાવ સ્ત્રીઓમાં જાતીય સ્થિતિનું છેલ્લું ક્લિનિકલ લક્ષણ માનવામાં આવે છે.

રિસર્ચરોએ તેમની સ્ટડીના માઘ્યમથી જણાવ્યું છે કે છેલ્લા ચાર દાયકામાં સ્તન વિકાસની ઉંમરમાં તીવ્રતાથી ઘટાડો આવ્યો છે. તેમણે નોંધ્યું છે કે યુરોપમાં કિશોરીઓમાં સ્તન વિકાસની સરેરાશ ઉંમર 10થી 11 વર્ષ, મધ્ય પૂર્વમાં 10 અને એશિયામાં 9થી 11 વર્ષ છે. જ્યારે અમેરિકામાં આ ઉંમર 9થી 10 વર્ષ, જેમાં આફ્રિકન દેશોમાં તે 10થી 13 વર્ષની છે. જો કે આ સ્ટડીઝમાં આમ થવા પાછળના કારણ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે તેમણે સ્થૂળતા, ટાઈપ 2 ડાયાબિટીસ, હૃદય રોગ અને ડીડીટી અને ડીડીઈ જેવા કેમિકલ્સને આની માટે જવાબદાર ગણાવ્યા હતા.

આ પણ વાંચો - સાસુ-સસરાએ પુત્રના અવસાન બાદ વહુ માટે ઉઠાવ્યું અનોખું પગલું, દિયર સાથે કરાવ્યા લગ્ન

રિસર્ચરો જણાવે છે કે સ્ટડીમાં સાબિત થયું છે કે ડીડીટી અને ડીડીઈ જેવા કેમિકલો જાતીય સ્થિતિને અસર કરે છે, જેના કારણે શરીરમાં ઝડપથી ફેરફાર થતા જોવા મળે છે. સાથે જ સંશોધકો એ બાબતે પણ સંમતિ દર્શાવી કે સ્તનોના વિકાસથી શરીર માટેના જોખમ વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે, કેમ કે આ બાબતે હજી પૂરતા પ્રમાણમાં રિસર્ચનો અભાવ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Marriage age, કેન્દ્ર સરકાર

આગામી સમાચાર