સુરત : સરથાણામાં ઑફિસમાં કામ કરતી યુવતી સાથે બળાત્કાર સાથે ધમકી, 'જો કોઈને કહીશ જાનથી મારી નાખીશ'

સુરત : સરથાણામાં ઑફિસમાં કામ કરતી યુવતી સાથે બળાત્કાર સાથે ધમકી, 'જો કોઈને કહીશ જાનથી મારી નાખીશ'
આ મામલે મહિલાની ફરિયાદના આધારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

સરથાણાના યોગીચોકના અમેઝિંગ સ્ટાર યસબીજ અને સ્વદેશી મંત્રા માર્કેટીંગ પ્રા. લિ.ની ફ્રેન્ચાઇઝી ધરાવનારે ધંધો અભડાવ્યો, પોલીસ મથકમાં ફરિયાદ

  • Share this:
સુરત : સુરતમાં ઑફિસમાં કામ કરતી એક મહિલા પર માર્કેટિંગ કંપનીના સંચાલકે ઑફિસ પરિસરમાં જ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ઘટના સામે આવી છે. શહેરના સરથાણા પોલીસ મથકની હદમાં ઘટેલી ઘટનાના કારણે ફરી એક વાર દુષ્કર્મનું કલંક લાગ્યું છે. આ મામલામાં મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હોવાની ફરિયાદ છે.

સરથાણાના યોગીચોકના અમેઝિંગ સ્ટાર યસબીજ અને સ્વદેશી મંત્રા માર્કેટીંગ પ્રા. લિ.ની ફ્રેન્ચાઇઝી ધરાવનારે ઓફિસમાં કામ કરતી પરિણીતા પર બળાત્કાર ગુજારવા ઉપરાંત આ મુદ્દે જો સમાધાન નહીં કરે અને પોલીસ ફરિયાદ કરશે તો પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.સરથાણા યોગીચોક વિસ્તારમાં અમેઝિંગ સ્ટાર યશબીજ અને સ્વદેશી મંત્રા માર્કેટીંગની ફ્રેન્ચાઇઝી ધરાવતા શૈલેષ બોધરાએ પોતાની ઓફિસમાં પરિણીતાને નોકરી પર રાખી હતી. ગત તા. 10 ના રોજ સાડા નવ વાગ્યાના અરસામાં પરિણીતા ઓફિસમાં એકલી હતી. તે દરમ્યાન પરિણીતાની એકલતાનો ગેરલાભ લઇ શૈલેષે તેણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. પોતાની સાથે અઘટિત કૃત્ય થતા સ્તબ્ધ થઇ જનાર પરિણીતા તુરંત જ નોકરી છોડવાનું અને પોલીસ ફરિયાદ કરશે તેમ કહી ઓફિસની બહાર નીકળી ગઇ હતી.

પરિણીતાએ પોલીસ ફરિયાદનું કહેતા વેંત શૈલેષને પરસેવો છુટી ગયો હતો અને પોતાની આબરૂ બચાવવા માટે પરિણીતાને ફોન કરી સમાધાન કરવા માટે દબાણ કર્યુ હતું. બીજી તરફ પોતાની પણ આબરૂ જશે તે વિચાર માત્રથી પરિણીતાએ જે તે વખતે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને સમગ્ર બાબત અંગે પતિને જાણ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : કતારગામમાં પૈસા માંગવા આવેલી પ્રેમિકાને પ્રેમીએ માર માર્યો, પ્રેમીઓના ઝઘડાએ માઝા મૂકી

જો કે ત્યાર બાદ પણ શૈલેષે વારંવાર પરિણીતાને ફોન કરી જો પોલીસ ફરિયાદ કરશે તો તેને અને તેના પતિને જાનથી મારી નાંખશે તેવી ધમકી ઉચ્ચારી હતી. પોતાને અને પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા છેવટે પરિણીતાએ શૈલેષ વિરૂધ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :  સુરત : મહિલાએ રણચંડી બની યુવકની જાહેરમાં ધોલાઈ કરી, અશ્લીલ ઈશારા કર્યા હોવાનો આક્ષેપ

ઉલ્લેખનીય છે કે સુરતમાં દિનપ્રતિદિન ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી એક વખત દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. દેશમાં હાથરસ અને રાજ્યમાં જામનગર જિલ્લામાં ઘટેલી દુષ્કર્મની ઘટનાઓના કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે આ મામલે સુરતમાં હવે એક પરીણિતાએ સાથે કામ કરતા યુવક સામે ફરિયાદ કરતા અનેક સવાલો સર્જાયા છે. સામાજિક વિક્લાંગતા અને નબળી માનસિકતા ધરાવતા કેટલાક શખ્સોના કારણે શહેરને સમાજને કે સમગ્ર વિસ્તારને બદનામી વહોરવાનો વારો આવતો હોય છે ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તે હિતાવહ છે.
Published by:Jay Mishra
First published:October 18, 2020, 16:01 pm

ટૉપ ન્યૂઝ