ફેસબુક CEOએ માની પોતાની ભૂલ, કહ્યું- ડેટા લીક થવો એ લોકો સાથે વિશ્વાસઘાત

News18 Gujarati
Updated: March 22, 2018, 8:53 AM IST
ફેસબુક CEOએ માની પોતાની ભૂલ, કહ્યું- ડેટા લીક થવો એ લોકો સાથે વિશ્વાસઘાત
માર્ક ઝકરબર્ગ (ફાઇલ તસવીર)

  • Share this:
ફેસબુક વિવાદ પર કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે પ્રથમ વખત મૌન તોડ્યું છે. માર્કે સ્વીકાર કર્યો છે કે કંપનીએ પાંચ કરોડ યુઝર્સનો ડેટા સુરક્ષિત રાખવામાં ભૂલ કરી છે. જોકે, માર્કે પોતાના યુઝર્સને વચન આપ્યું છે કે તે પોતાના યુઝર્સનો ડેટા સુરક્ષિત રાખવા માટે તમામ પગલાં ભરશે.

ઝકરબર્ગે એક ફેસબુક પોસ્ટ કરતા લખ્યું છે કે, 'અમે ભૂલો કરી છે, ભવિષ્યમાં આ ભૂલોનું પુર્નરાવર્તન ન થાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.'

જોકે, ઝકરબર્ગે પોતાની ભૂલો અંગે વિસ્તારથી જણાવ્યું ન હતું. પરંતુ તેમણે કહ્યું તેઓ પોતાના પ્લેટફોર્મ પર એપ્લિકેશનની તપાસની યોજના બનાવી રહ્યા છે. ડેવલપર્સને ડેટા સુધી પહોંચવાની પરવાનગી નહીં આપવામાં આવે. સાથે જ યુઝર્સને એવા ટૂલ્સ આપવામાં આવશે જેની મદદથી તેઓ ફેસબુક ડેટાને સરળતાથી ડિસેબલ (નિષ્ક્રિય કે બંધ) કરી શકવામાં મદદ મળશે.

ફેસબુક પોસ્ટ બાદ ઝકરબર્ગે સીએનએનને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, 'લોકો સાથે આ મોટો વિશ્વાસઘાત હતો. મને ખેદ છે કે આવું બન્યું છે. અમારી મૂળભૂત જવાબદારી છે કે લોકોના ડેટાને સુરક્ષિત રાખવામાં આવે.'

વિવાદ પછી ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગને અત્યાર સુધી આશરે 58,500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. તેઓ દુનિયાના ટોપ-5 અમીરોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. દુનિયાભરના તમામ સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોએ ડેટા લીક મામલે ફેસબુકની ટીકા કરી છે.

શું છે વિવાદ?બ્રિટિશ ડેટા એનાલિટિક્સ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકા આ સમગ્ર વિવાદનું મૂળ છે. આ કંપની પર ફેસબુકના પાંચ કરોડ યુઝર્સનો ડેટા ચોરવાનો અને તેનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ છે. 2016માં અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ કંપની ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની સેવા આપી ચુકી છે. આ ખુલાસો ન્યૂયોર્ક ટાઈમ્સ અને લંડન ઓબ્ઝર્વરની રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

વાંચોઃ
First published: March 22, 2018, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading