ઝકરબર્ગે એપલના CEOને આપ્યો જવાબ, કહ્યુ- અમીરો માટે નથી ફેસબુક

  • Share this:
ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે એપલના સીઇઓ ટિમ કૂક પર પલટવાર કર્યો.4 દિવસ પછી ટિમ કુકને કહ્યુ કે ફેસબુક અમીરો માટે નથી.કૂકના આરોપ બાદ વિજ્ઞાપન આધારિત ઝકરબર્ગે બિઝનેસ મોડલનો બચાવ કર્યો છે

શું કહ્યુ ઝકરબર્ગે

 હકીકત એ છે કે તમે એવી સેવા કરો છે જે દુનિયામાં દરેક વ્યક્તિને જોડે છે. એવા કેટલાક લોકો છે જે પૈસા નથી ચુકવી શકતા.ઝકરબર્ગેસોમવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે વિજ્ઞાપન આધારિત બિઝનેસ મોડલ એક રીત છે, કારણકે જો ફેસબુક પોતાની સેવાઓ માટે ચાર્જ કરવા લાગશે તો તમામ લોકો તે બોજ ઉઠાવી નહીં શકે.

કૂકે શું કહ્યુ હતુ?

ફેસબૂકના ડેટા ક્લેક્શન ટેકનિકલ ખરાબ છે.જેમા યુઝર્સ પાસેથી ખુબ સારી પર્સનલ માહિતી મેળવવામાં આવે છે.જેને ક્લેકશન કરીને એકસાથે વેચવામાં આવે છે.

શું છે ફેસબુક ડેટા લીક મામલો?

આરોપ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આશરે 5 કરોડ ફેસબુક યુઝર્સના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ થયો હતો. આ ચૂંટણી પછી ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા.ઝકરબર્ગ આ મામલે પોતાની ભૂલ સ્વીકારીને ફેસબુક યુઝર્સની માફી માંગી હતી.

2015માં ટિમ કૂકે સિલિકોન વેલીની એ કંપનીઓની ટીકા કરી હતી જે લોકોને ફ્રી સર્વિસની લાલચ આપે છે, પરંતુ હકીકતમાં તેઓ આની કિંમત તેમના પર્સનલ ડેટાને વેચીને વસૂલે છે. તેમનો સીધો ઇશારો ફેસબુક તરફ હતો.કૂકની આ કમેન્ટનો જવાબ આપતા ઝકરબર્ગે કહ્યું હતું કે એપલ પોતાના ગ્રાહકોના હિતોને નજરઅંદાજ કરે છે. જો એપલને પોતાના ગ્રાહકોની ચિંતા હોત તો તેઓ પોતાના પ્રોડક્ટ્સને આટલી મોંઘી કિંમતે ન વેચતા હોત.
First published: