Home /News /national-international /અભિનેત્રી કેતકી ચિતાલેની અટકાયત, શરદ પવાર પર કરી હતી આપત્તિજનક પોસ્ટ

અભિનેત્રી કેતકી ચિતાલેની અટકાયત, શરદ પવાર પર કરી હતી આપત્તિજનક પોસ્ટ

અભિનેત્રી કેતકી ચિતાલેની અટકાયત

Marathi Actor Ketaki Chitale - સોશિયલ મીડિયા પોસ્ટમાં શરદ પવારનું નામ નથી પણ ઉપનામ ‘પવાર’ અને ‘80 વર્ષની ઉંમર’ નો ઉલ્લેખ છે

    મુંબઈ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)સામે અપમાનજનક ફેસબુક પોસ્ટ શેર કરવાના આરોપમાં મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેની (ketki chitale)ઠાણે પોલીસે અટકાયત કરી છે. આ મામલે કેતકી સામે 3 એફઆઈઆર નોંધાઇ છે. અભિનેત્રી કેતકી ચિતાલેની ફેસબુક પોસ્ટથી એનસીપી કાર્યકર્તા નારાજ હતા અને સખત કાર્યવાહીની માંગણી કરી રહ્યા હતા.

    જોકે મરાઠીમાં લખેલી આ સોશિયલ મીડિયા પોસ્ટમાં શરદ પવારનું નામ નથી પણ ઉપનામ ‘પવાર’ અને ‘80 વર્ષની ઉંમર’ નો ઉલ્લેખ છે. પોસ્ટમાં લખ્યું કે નરક તમારી રાહ જોઇ રહ્યું છે અને બ્રાહ્મણોથી તમે નફરત કરો છો. આ પ્રકારની ટિપ્પણીઓ છે જે કથિત રીતે શરદ પવારને અપમાનિત કરવા માટે લખવામાં આવી છે.

    આ મામલે કેતકી સામે ઘણા આરોપોમાં કેસ નોંધવામાં આવ્યો છે. કેટલાક એનસીપી નેતા સોશિયલ મીડિયા પર પવાર સામે અપમાનજનક ટિપ્પણીઓને લઇને બીજેપી અને આરએસએસ પર આરોપ લગાવી રહ્યા છે.

    આ પણ વાંચો - મીટરમાં ચીપ લગાવીને પિતા-પુત્રએ કરી 5 કરોડની વીજળી ચોરી, આવી રીતે થયો ખુલાસો

    બીજી તરફ મહારાષ્ટ્ર્ના નાસિક જિલ્લામાં ફાર્મેસીના 23 વર્ષીય એક વિદ્યાર્થીની ટ્વિટર પર એનસીપીના અધ્યક્ષ શરદ પવાર સામે આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું કે નાસિકના સતાનાના રહેવાસી નિખિલ ભામરેની ડિંડોરી પોલીસે ધરપકડ કરી છે.

    નિખિલે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે બારામતીના ગાંધી માટે બારામતીનો નાથુરામ ગોડસે બનવાનો સમય આવી ગયો છે. જોકે તેણે ટ્વિટમાં કોઇ નેતા કે રાજનીતિક દળના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.

    મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે પણ મુંબઈ અને ઠાણેના પોલીસ આયુક્તો અને રાજ્યના પોલીસ મહાનિર્દેશકને ભામરે સામે સખત કાર્યવાહી કરવા માટે ટ્વિટ કર્યું હતું.

    આ પણ વાંચો - જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેના પહેલા દિવસે શું મળ્યું? સૂત્રોએ જણાવી વિગતો

    થોડા દિવસો પહેલા સાંસદ નવનીત રાણાની ધરપકડ કરી હતી

    થોડા દિવસો પહેલા માતોશ્રી જઈને હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરનાર અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા (Navneet Rana Arrested) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા (Ravi Rana)પર કેસ નોંધાયો હતો. બાંદ્રા કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: NCP, Sharad Pawar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन