નવી દિલ્હી. શિક્ષણ અને નોકરીઓમાં મરાઠા સમુદાય (Maratha Reservation)ને અનામત આપવા સંબંધિત મહારાષ્ટ્ર (Maharashtra)ના 2018ના કાયદાને લઈ દાખલ અરજી પર સોમવારથી સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી શરૂ થઈ છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અનામતના મામલા પર તમામ રાજ્યોને સાંભળવા આવશ્યક છે. એવામાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને નોટિસ જાહેર કરી છે અને પૂછ્યું છે કે શું અનામતની મર્યાદા 50 ટકાથી વધારી શકાય છે? મરાઠા અનામત પર આ સુનાવણીને 15 માર્ચ સુધી ટાળવામાં આવી છે.
ગયા વર્ષે 9 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્રના 2018ના કાયદા સાથે જોડાયેલા મુદ્દાઓ પર ત્વરિત સુનાવણી કરવી જરૂરી છે કારણ કે કાયદો સ્થગિત છે અને લોકો સુધી તેનો ફાયદો પહોંચી નથી રહ્યો. નોંધનીય છે કે નોકરીઓ અને એડમિશનમાં મરાઠા સમુદાયના લોકોને અનામત આપવા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (એસઇબીસી) કાયદો 2018ને લાગુ કરવામાં આવ્યો હતો.
Maratha reservation: Supreme Court issues notice to all the State governments and seeks their response on whether reservation could be allowed beyond 50 per cent
The court to recommence the day-to-day hearing in the matter on March 15.
સોમવારે મામલાની સુનાવણી દરમિયાન વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે આ મામલામાં આર્ટિકલ 342Aની વ્યાખ્યા પણ સામેલ છે. એવામાં આ તમામ રાજ્યોને પ્રભાવિત કરી શકાય છે. તેથી એક અરજી દાખલ થઈ છે. તેમાં કોર્ટને તમામ રાજ્યોને સાંભળવા જોઈએ. મુકુલ રોહતગીએ કહ્યું કે તમામ રાજ્યોને સાંભળ્યા વગર આ મામલા પર નિર્ણય ન લઈ શકાય.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આ મામલાની સુનાવણી કરી રહી છે. આ બેન્ચમાં જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ પણ છે. આ પહેલાની સુનાવણીમાં બેન્ચે કહ્યું હતું કે તેઓ આ મુદ્દા ઉપર પણ દલીલો સાંભળશે કે ઈન્દિરા સાહની મામલામાં ઐતિહાસિક નિર્ણય જેને ‘મંડલ ફૈસલા’ નામથી ઓળખવામાં આવે છે તેની પર પુનઃ વિચાર કરવાની આવશ્યક્તા છે કે નહીં.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર