મહારાષ્ટ્ર બંધઃ સોલાપુરમાં દેખાવકારોએ કર્યો પથ્થરમારો, પુનામાં ઇન્ટરનેટ બંધ

મુંબઇના બાંદ્રા કલેક્ટર ઓફિસ બહાર એકઠાં થયેલા દેખાવકારો

કેટલાય સમયથી મહારાષ્ટ્રમાં મરાઠા અનામલને લઇને આંદોલન ચાલી રહ્યું છે. જેને લઇને મહારાષ્ટ્રમાં અવાર-નવાર બંધ આપવામાં આવી રહ્યા છે.

 • Share this:
  કેટલાય સમયથી મહારાષ્ટ્રમાં મરાઠા અનામલને લઇને આંદોલન ચાલી રહ્યું છે. જેને લઇને મહારાષ્ટ્રમાં અવાર નવાર બંધ આપવામાં આવી રહ્યા છે. મરાઠા સમૂહોના સંઘ સકલ મરાઠા સમાજે કહ્યું કે, નવી મુંબઇને છોડીને આખુ મહારાષ્ટ્ર આજે ગુરુવારે બંધ રાખવામાં આવશે. જેથી મરાઠા સમુદાયની અનામતની માગણીને લઇે સરકાર ઉપર દબાણ બનાવી શકાય. સંગઠનના એક નેતાએ કહ્યું કે, સવારે 8 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન થશે.

  સકલ મરાઠા સમાજના નેતા અમોલ જાધવરાજે કહ્યું કે, આ રાજ્યવ્યાપી બંધ હશે. જેમાં નવી મુંબઇને સામેલ કરવામાં આવ્યું નથી. બંધમાં જરૂરી સેવાઓ, સ્કૂલો અને કોલેજોને અલગ રાખવામાં આવી છે. કેટલાક સંવેદન શીલ મુદ્દાઓને લઇને અમે નવી મુંબઇને બંધ ન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે, અમે મરાઠા યુવકોથી અપીલ કરીએ છીએ કે, હિંસાથી દૂર રહે. આપણે ઉગ્ર પ્રદર્શન નહીં કરીએ. સાર્વજનિક સંપત્તિને નુકસાન નહીં પહોંચાડીએ.

  જાધવરાજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ માત્ર કેટલાક મરાઠા લોકો સાથે જ વાત કરોનો આરોપ લગાવ્યો છે. તેઓ સમુદાયની અંદર ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ફડણવીસ આંદોલનની તીવ્રતાને નબળી બનાવવાની કોશિશ કરી રહ્યા છે.

  મરાઠા સંગઠનોના બંધને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના પુના જિલ્લામાં સ્કૂલ અને કોલેજોની સાથે સાથે અનેક કંપનીઓ અને પ્લાન્ટ ગુરુવારે બંધ રહેશે. જિલ્લાધઇકારી નવલ કિશોરે એક આદેશમાં કહ્યું છે કે, ગુરુવારે રસ્તાઓ જામ કરવાની શક્યતા છે. સરઘસ કાઢવામાં આવશે. વાહનો ઉપર પથ્થરમારો અને આગચંપી પણ થવાની આશંકાને નકારી ન શકાય. જેના પગલે તેમણે સ્કૂલ અને કોલેજ ગુરુવારે બંધ રાખવાનું કહ્યું છે.

  મહારાષ્ટ્ર બંધનું  અપડેટ્સ

  પુના જિલ્લાના શિહરુક, ખેડા, બારામતી, જુ્નાર, મલવ અને ઘૌંદ અને ભોરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઇ છે.  મરાઠા ક્રાંતિ મોર્ચાના મહારાષ્ટ્ર બંધ દરમિયાન હિંસાની આશંકાના પગલે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સ્પોર્ટ કોર્પોરેશને પુનામાં ચાલનારી બસોને બંધ રાખાનો નિર્ણય કર્યો છે.  મુંબઇના બાંદ્રામાં બંધના દરમિયાન કલેક્ટર ઓફિસ બહાર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવાઇ છે. પોલીસે આંદોલનકારીઓને અપીલ કરી હતી કે, પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે કરે અને કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લે.

  રાજ્ય ટ્રાન્સપોર્ટ સર્વિસે ઓસ્માનાબાદ અને બુલધાના જિલ્લામાં બસ સેવા બંધ કરી. કેટલાક દિવસપહેલા દેખાવકારોએ બસો અને સરકારી સંપત્તિઓને વધારે નુકસાન પહોંચાડ્યું હતું.

  પુનાની બહારના ભાગમાં કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. બુધગાવ અને સાંગલીમાં રસ્તો બ્લોક કરવાની ઘટના બની છે. મુંબઇમાં ઘાટકોપરમાં દુકાનો બંધ છે

  મહારાષ્ટ્ર બંધમાં દેખાવકાર પથ્થર ઉપાડી જીપ પર ફેંકતો નજરે ચડે છે


  ઉચ્ચ પોલીસ અધિકારીઓ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, સંવેદનલશીલ જગ્યાઓ ઉપર રેપેડ એક્શન ફોર્સની છ ટુકડીઓ મોકલી છે. આ ઉપરાંત સીઆઇએસએફ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની એક એક ટુકડી મોકલી છે.  મુંબઇમાં અનામતની માંગ કરી રહેલા મરાઠા પ્રદર્શનકારીોએ આંખે કાળા રંગની રીબીન બાંધીને વિરોધ કર્યો હતો. મુંબઇમાં બાંદ્રામા કલેક્ટર ઓફિસ બહાર પ્રદર્શનકરતા એકઠા થયા.

  દેખાવકારોએ આઇટી કંપનીના ફોડ્યા કાચ


  પુણેમાં મરાઠા આંદોલન હિંસક થઇ ચુક્યું છે. પુનામાં જિલ્લાઅધિકારી ઓફિસમાં દેખાવકારોએ તોડફોડ કરી. સમાચાર કવર કરી રહેલા પત્રકરાો સાથે પણ ખરાબ વર્તન કર્યું. એક આઇટી કંપની ઉપર પથ્થરમારો ઇમારતના કાંચ તોડ્યા અને કર્મચારીઓને ઘરે જવા માટે ધમકી આપી.
  Published by:Ankit Patel
  First published: