Home /News /national-international /

PM મોદીના કાર્યકાળમાં અત્યાર સુધીના પાંચ મોટા આતંકી હુમલા

PM મોદીના કાર્યકાળમાં અત્યાર સુધીના પાંચ મોટા આતંકી હુમલા

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં રવિવારે વહેલી સવારે આર્મી કેમ્પ પર આતંકીઓએ હિચકારો હુમલો કર્યો છે. જેમાં 17 જવાનો શહીદ થયા. વળતા જવાબમાં સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા. દેશમાં આ પહેલો આતંકી હુમલો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધી ત્યારથી અત્યાર સુધી દેશમાં કેટલાય હુમલા થયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં રવિવારે વહેલી સવારે આર્મી કેમ્પ પર આતંકીઓએ હિચકારો હુમલો કર્યો છે. જેમાં 17 જવાનો શહીદ થયા. વળતા જવાબમાં સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા. દેશમાં આ પહેલો આતંકી હુમલો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધી ત્યારથી અત્યાર સુધી દેશમાં કેટલાય હુમલા થયા છે.

પીએમ મોદીના કાર્યકાળમાં ક્યાં ક્યાં થયા આતંકી હુમલા

કોકરાઝારમાં બોડો આતંકી હુમલો, 14 મોત

5 ઓગસ્ઠ 2016ના રોજ અસમમાં કાકરાઝાર સ્થિત બલાજન ટિનલી માર્કિટ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓએ AK47 અને ગ્રેન્ડથી હુમલો કર્યો હતો. હુમલોખોરો બોડો આતંકી હોવાનું સામે આવ્યું હતું. હુમલામાં 14 લોકો માર્યા ગયા હતા અને 15 ઘાયલ થયા હતા.

પઠાણકોટ એરબેઝ હુમલો

નવા વર્ષના પ્રારંભે બીજા જ દિવસે 2 જાન્યુઆરીએ પંજાબમાં પઠાણકોટના ઇન્ડિયન એરફોર્સ બેઝ પર હુમલો થયો હતો. આ હુમલામાં સેનાના 7 જવાનો શહીદ થયા હતા.

ગુરદાસપુરમાં આર્મી ડ્રેસમાં હુમલો

27 જુલાઇ,2015ના રોજ પંજાબના ગુરદાસપુરમાં આર્મીના ડ્રેસ પહેરેલા ત્રણ આતંકવાદીઓએ દિના નગર પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ સિવિલિયન અને 4 પોલીસ કર્મીઓના મોત થયા હતા. જેમાં સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ પણ શહીદ થયા હતા. આ હુમલામાં 15 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.

પોલીસ સ્ટેશન પર હુમલો

20 માર્ચ 2015ના રોજ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લા સ્થિત રાજબાગ પોલીસ સ્ટેશન પર સેનાના ડ્રેસ પહેરેલ આતંકીઓએ હુમલો કર્યો હતો. એમની પાસે ઓટોમેટીક હથિયાર અને હેન્ડગ્રેનેડ હતા. હુમલામાં પોલીસ કર્મીઓ સહિત 6 લોકોના મોત નીપજ્યા હતા. સામે 2 આતંકીઓ ઠાર થયા હતા.
First published:

Tags: આતંકવાદી હુમલો, ઉરી આતંકી હુમલો, નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन