નવી દિલ્હીઃ બ્રિટનના બર્મિંઘમ શહેર (Birmingham City)માં રવિવારે ચાકૂબાજીની ઘટનાઓ સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના બર્મિંઘમ સિટી સેન્ટર સહિત અનેક અન્ય સ્થળો પર ઘટી છે. આ ચાકૂબાજીની ઘટનાઓમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. બર્મિંઘમ પોલીસ અનુસાર સિટી સેન્ટરમાં ચાકૂબાજીની આ ઘટનાઓ શનિવાર મોડી રાત્રે 12:30 વાગ્યે બની છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસનું કહેવું છે કે બર્મિંઘમ શહેરમાં પહેલા સિટી સેન્ટરમાં ચાકૂબાજીની ઘટનાઓ સામે આવી. ત્યારબાદ વિસ્તારના અલગ-અલગ હિસ્સામાંથી આવી વધુ ઘટનાઓના અહેવાલ સામે આવવા લાગ્યા. પ્રારંભિક સ્તરે જણાવવામાં નથી આવ્યું કે કેટલા લોકો આ ઘટનાઓમાં ઘાયલ થયા છે પરંતુ તેની સંખ્યા વધુ છે. મામલાની તપાસ બાદ જ વધુ જાણી શકાશે.
All emergency services are working together at the scene, and making sure that those who are injured receive medical care: West Midlands Police, England https://t.co/NPpn7a6qns
વેસ્ટ લેન્ડ પોલીસ અનુસાર આ મોટી ઘટના છે. ચાકૂબાજીની ઘટના સામે આવ્યા બાદ ઘાયલો માટે વિશેષ ઇમરજન્સી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ફોર્સ મોટી સંખ્યામાં લોકોને ઘાયલ થવાની ઘટનાને લઈને આશંકિત છે. પરંતુ હજુ કોઈ પણ પ્રકારથી એ કહેવું મુશ્કેલ છે કે ઘટનાઓમાં કેટલા લોકો ઘાયલ થયા છે અને આ ઘટના કેવી રીતે બની.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર