ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓની હિટ લિસ્ટમાં હતા બીજા અનેક લોકો, ડાયરી મળી

ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓની હિટ લિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલવા પામ્યું છે.

News18 Gujarati
Updated: June 13, 2018, 11:11 PM IST
ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓની હિટ લિસ્ટમાં હતા બીજા અનેક લોકો, ડાયરી મળી
news18 ક્રિએટીવ
News18 Gujarati
Updated: June 13, 2018, 11:11 PM IST
ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓની હિટ લિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલવા પામ્યું છે. જેમાં ફિલ્મ અને રંગમચના હસ્તી ગિરીશ કર્નાડ, અનેક સાહિત્ય કાર અને બુદ્ધિજીવીઓ સામેલ છે. પત્રકાર અને સામાજિક કાર્યકર્તા ગૌરી લંકેશ હત્યાકાંડની તપાસ કરી રહેલી એસઆઇટીના સુત્રોએ બુધવારે કહ્યું કે, કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ થાય છે.

એસઆઇટીને શંકાસ્પ આરોપીઓ પાસેથી એક ડાયરી મેળવી છે જેમાં હિન્દી ભાષામાં નામ લખેલા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જેને નિશાન બનાવવામાં આવનારા હતા એવી હસ્તીઓના નામ ડાયરીમાં હતા. આ લોકો કટ્ટરપંથી હિન્દુત્વ વિરૂદ્ધ કઠોર વર્તન માટે જાણીતા હતા. એસાઇટીએ કાલે કહ્યું હતું કે, તેમણે કર્ણાટકના વિજયપુરા જિલ્લામં સિંઘાગીથી 26 વર્ષના પરશુરામ વાઘમારેની ધરપકડ કરી હતી. પરંતુ આ ષડયંત્રમાં તેની ભૂમિકા અને માહિતીનો પછી ખુલાસો કરવામાં આવશે.

અટકળો લગાવામાં આવી રહી છે કે, વાઘમારે ગૌરીની હત્યારો હોઇ શકે છે. કારણ કે તેની શારીરિક બાંધો ગૌરીના ઘરે મળેલા હત્યા સંબંધિ સીસીટીવી ફૂટેઝમાં જે વ્યક્તિ દેખાય છે તેનાથી મેળ ખાય છે. માનવમાં આવે છે કે, વાઘમારેનો સંબંધ હિન્દુ દક્ષિણ પંથી સંગઠનોથી છે.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर