આંધ્ર પ્રદેશ : ગોદાવરી નદીમાં બોટ પલટી, 16 લોકોના મોત

સીએમે મૃતકોના પરિવારોને 10 લાખ રુપિયા સહાય આપવાની જાહેરાત કરી, બોટમાં કુલ 61 લોકો સવાર હતા

News18 Gujarati
Updated: September 15, 2019, 8:02 PM IST
આંધ્ર પ્રદેશ : ગોદાવરી નદીમાં બોટ પલટી, 16 લોકોના મોત
આંધ્ર પ્રદેશ : ગોદાવરી નદીમાં બોટ પલટી, 11 લોકોના મોત
News18 Gujarati
Updated: September 15, 2019, 8:02 PM IST
આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ના પૂર્વ ગોદાવરી (East Godavari) જિલ્લામાં રવિવાર બપોરે ગોદાવરી નદીમાં એક પર્યટક બોટ પલટી જવાથી 16 લોકોના ડૂબવાથી મોત થયા છે.  બોટમાં કુલ 61 લોકો સવાર હતા. હજુ તેમાં આંકડો વધે તેવી સંભાવના છે. 30 સભ્યોની એનડીઆરએફની બે ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ છે. 23 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ જિલ્લાના બધા હાજર રહેલા મંત્રીઓને ઘટનાસ્થળે બચાવકાર્યમાં દેખરેખ રાખવાનો આદેશ કર્યો છે. સીએમે મૃતકોના પરિવારોને 10 લાખ રુપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.

ગોદાવરી નદી છેલ્લા કેટલાક દિવસોથી બંને કાંઠે વહી રહી છે. પૂર્વ ગોદાવરી જિલ્લાના પોલીસ અધિક્ષક અદનાના અસ્મીએ કહ્યું કે, અમે વધુ જાણકારી એકત્ર કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ.

ચાલક દળ સહિત 61 લોકો સવાર હતા

સૂત્રોએ જણાવ્યું કે, આંધ્ર પ્રદેશ પર્યટન વિકાસ નિગમ દ્વારા સંચાલિત બોટ પર લગભગ 61 લોકો સવાર હતા, જેમાંથી ચાલક દળના લગભગ 11 સભ્ય પણ સામેલ છે.

આ પણ વાંચો, ભોપાલમાં ગણપતિ વિસર્જન સમયે મોટી દુર્ઘટના, બોટ પલટતાં 11 લોકોનાં મોત

સૂત્રોએ જણાવ્યું કે, બોટ કચ્ચુલુરુની પાસે પલટી ગઈ. મુખ્ય સચિવે જણાવ્યું કે દુર્ઘટનાની પીડિતોની ભાળ મેળવવા માટે હેલિકોપ્ટરની સેવા લેવામાં આવી રહી છે.
Loading...

આ પણ વાંચો, મુજફ્ફરપુર શેલ્ટર હોમ કાંડની પીડિતા સાથે ગેંગરેપ, સગા ભાઈઓ પર આરોપ
First published: September 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...