મુંબઈમાં ફરી આફતનો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

News18 Gujarati
Updated: July 24, 2019, 9:56 AM IST
મુંબઈમાં ફરી આફતનો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
મુંબઈમાં ભારે વરસાદ

ભારે વરસાદને કારણે મુંબઈના હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાયું છે, પાણીને કાઢવા માટે બીએમસીના કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ ભારે વરસાદને કારણે મુંબઇના હાલ બેહાલ થયા હતા.

  • Share this:
મુંબઈમાં ફરી એક વખત આફતનો વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. રેલવે ટ્રેકો પર પણ પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે શહેરના વાહનવ્યવહારને ખૂબ અસર પહોંચી છે. મંગળવારે રાત્રે પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ભારે વરસાદને કારણે મુંબઈના હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાયું છે, પાણીને કાઢવા માટે બીએમસીના કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ ભારે વરસાદને કારણે મુંબઇના હાલ બેહાલ થયા હતા.

આગામી થોડા સમય સુધી આવો જ વરસાદ રહેશેમુંબઈમાં આખી રાત અટકી અટકીને વરસાદ પડ્યો હતો. આ જ કારણે અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બુધવારે સવારે પાંચ વાગ્યા સુધી કોલાબોમાં 171 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જ્યારે સાંતાક્રુઝમાં 58 મિલિમીટર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે અમુક કલાક સુધી આ જ પ્રકારે વરસાદ પડી શકે છે.

મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જરા પણ વરસાદ પડ્યો નથી. આ કારણે રાજ્યમાં કૃત્રિમ વરસાદ કરાવીને ખેડૂતોને રાહત આપવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મંગળવારે રાજ્ય સરકારે સોલાપુર અને ઔરંગાબાદમાં કૃત્રિમ વરસાદ કરાવ્યો હતો, જેના કારણે ખેડૂતોને દુષ્કાળથી રાહત મળે.
First published: July 24, 2019, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading