Home /News /national-international /રામનવમીના દિવસે ઈન્દોરમાં મોટી દુર્ઘટના, મંદિરના કૂવાની દીવાલ ધરાશાયી થતાં અનેક લોકો દટાયા

રામનવમીના દિવસે ઈન્દોરમાં મોટી દુર્ઘટના, મંદિરના કૂવાની દીવાલ ધરાશાયી થતાં અનેક લોકો દટાયા

ઈન્દોરમાં મોટી દુર્ઘટના

રામનવમીના દિવસે ઈન્દોરમાં મોટી દુર્ઘટના ઘટી છે. ઈન્દોરના જૂની થાના ક્ષેત્રમાં આવેલા બેલેશ્વર મંદિરમાં પૂજા દરમિયાન આ દુર્ઘટના થઈ છે.

ઈન્દોર: રામનવમીના દિવસે ઈન્દોરમાં મોટી દુર્ઘટના ઘટી છે. ઈન્દોરના જૂની થાના ક્ષેત્રમાં આવેલા બેલેશ્વર મંદિરમાં પૂજા દરમિયાન આ દુર્ઘટના થઈ છે. 25થી વધારે લોકો મંદિર ઘસી પડતા અંદર આવેલી વાવમાં પડ્યા છે. પોલીસ એસડીઆઈઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય સતત ચાલી રહ્યું છે.





કહેવાય છે કે, આ દુર્ઘટના સ્નેહ નગરની નજીક પટેલ નગરમાં થઈ છે. અહીં બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં કુવા પર બનેલી દીવાલ ધરાશાયી થઈ છે. તેને લઈને ત્યાં હાજર લોકો કુવામાં પડી ગયા હતા.

કહેવાય છે કે, રામનવમીના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા. લોકો પૂજા અર્ચના અને આરતી કરી રહ્યા હતા. મંદિરમાં એક વાવ આવેલી છે. અહીં 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી. પૂજા દરમિયાન 20-25 લોકો વાવની છત પર ઊભા હતા. તે જ સમયે આ છત ધરાશાયી થઈ અને 20-25 લોકો અંદર પડ્યા હતા.

આ પણ વાંચો: Exclusive: કોંગ્રેસના આગેવાનીવાળી UPA સરકારના કાર્યકાળમાં CBI મારા પર મોદીને ફસાવવાનું પ્રેશર નાખતી હતી- અમિત શાહ

ઈન્દોર સાંસદ શંકર લાલવાનીએ જણાવ્યું કે, સંખ્યા વિશે બતાવવું અઘરુ છે. 5 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. અમારી પ્રાથમિકતા કુવામાં પડેલા લોકોને ફટાફટ બહાર કાઢવાની છે. રેસ્ક્યૂ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
First published:

Tags: ઇન્દોર