Home /News /national-international /US-જાપાનમાં દર વર્ષે બાથટબમાં ડૂબી જવાથી થાય છે હજારો લોકોનાં મોત!

US-જાપાનમાં દર વર્ષે બાથટબમાં ડૂબી જવાથી થાય છે હજારો લોકોનાં મોત!

    બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું દુબઇમાં બાથટબમાં ડૂબી જવાથી થયેલા મોત પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આવી રીતે કોઈનું મોત કેવી રીતે થઈ શકે છે? તેઓ પૂછી રહ્યા છે કે કોઈ વ્યક્તિનું મોત બાથટબમાં ડૂબી જવાથી કેવી રીતે થઈ શકે? અમને પણ આ વાત અસામાન્ય લાગી રહી છે, પરંતુ અમેરિકા અને જાપાનમાં આવી રીતે મોત સામાન્ય વાત છે. ત્યાં અવાર નવાર આવા અકસ્માતો થતા રહે છે. અમેરિકમાં આશરે દરરોજ એક મોત બાથટબમાં ડૂબી જવાને કારણે થાય છે.

    જાપાનમાં દર વર્ષે બાથટબમાં ડૂબી જવાને કારણે 19 હજાર જેટલા લોકોનાં મોત થાય છે. માર્ચ 2017માં જર્નલ ઓફ જરનલ એન્ડ ફેમિલી મેડિસીનમાં પ્રકાશિત એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી.જાપાનમાં 70 ટકા લોકો આવી રીતે મરે છે

    જાપાનની કન્ઝ્યુમર એફેર્સ એજન્સીએ એક વર્ષ પહેલા એક રિપોર્ટમાં કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં 70 ટકા લોકોનું મોત બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હતું. મૃતકોમાં 10માંથી 9 લોકોની ઉંમર 65 વર્ષથી વધારે હતી.

    અભ્યાસમાં એ વાત પણ સામે આવી હતી કે જાપાનમાં બાથટબમાં લોકો ગરમ પાણીનો ઉપયોગ કરે છે. જેનું તાપમાન 40થી 41 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આટલું ગરમ પાણી નુકસાનકારણ હોય છે. એટલું જ નહીં જાપાનમાં બાથટબ ખૂબ ઊંડા પણ હોય છે.

    અમેરિકામાં પણ ચિંતાજનક હાલત

    અમેરિકાના એટલાન્ટામાં સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ દ્વારા વર્ષ 2015માં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે કેવી રીતે ઘરનો સૌથી નાનો રૂમ એટલે કે બાથટબ ખતરનાક હોઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કેવી રીતે 15 વર્ષથી મોટી ઉંમરના બે લાખ લોકો દર વર્ષે બાથરૂમમાં થયેલી ઈજાથી ઇમરજન્સી સુધી પહોંચે છે. આમાંથી 14 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. મોટાભાગની ઘટના ત્યારે બને છે જ્યારે લોકો સ્નાન કે શાવર લઈ રહ્યાં હોય છે. પીડિતોમાં મહિલાઓની સંખ્યા વધારે હોય છે.



    અમેરિકાની એક વેબસાઈટ સીટલપી ડોટ કોમના જણાવ્યા પ્રમાણે દેશના ગ્રામ્ય વિસ્તારમાં બાથટબમાં ડૂબવાને કારણે થતાં મોત રાષ્ટ્રીય સરેરાશ મોતથી ત્રણ ગણા હોય છે. કેલિફોર્નિયા કે જ્યાં સૌથી વધારે બાથટબ છે, ત્યાં મોતની સંખ્યા પણ વધારે હોય છે. ન્યૂયોર્કમાં બાથટબની સંખ્યા ઓછી છે તો ત્યાં ડૂબીને મરનારની સંખ્યા પણ ઓછી છે. હાર્વર્ડ ન્યૂઝના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષ દરમિયાન અહીં 1676 લોકોનાં મોત બાથટબમાં ડૂબી જવાને કારણે થયા હતા. એટલે કે દર વર્ષે સરેરાશ 335 લોકોએ બાથટબમાં ડૂબીને જીવ ગુમાવ્યો હતો. બાથટબથી સૌથી વધારે ખતરો નવજાત, કિશોર અને વૃદ્ધોને હોય છે. અડધાથી વધારે મોત પાંચ વર્ષથી લઈને 64 વર્ષ સુધીના લોકોનાં થાય છે.

    અમેરિકન વેબસાઈટ સીએનએન પર મે 2017માં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દુનિયામાં આતંકવાદથી જેટલા મોત નથી થતાં તેનાથી વધારે મોત બાથટબમાં ડૂબી જવાને કારણે થાય છે. રિપોર્ટમાં ચિંતા પ્રગટ કરવામાં આવી હતી કે કેવી રીતે અમેરિકામાં થતા મોતમાં એક તૃતિયાંશ લોકોનાં મોતનું કારણ બાથટબ બની રહ્યું છે. જ્યારે ભારતમાં બાથરૂમમાં મોતના આંકડા નામમાત્રના છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Boney kapoor, Sridevi, US, જાપાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन