મણિપુરમાં ભૂસ્ખલનના કારણે 9 લોકોના મોત, ચંબા-ઋષિકેષ હાઇવે બંધ

મણિપુરના તામેગલાંગમાં ભેખડ ધસી પડતા 9ના મોત

  • Share this:
    મણિપુરના તામેગલાંગ વિસ્તારમાં વહેલી સવારે ભૂસ્ખલન થતા નવ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. હાલ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટના સ્થળે બચાવકાર્ય ચાલુ છે.

    ત્યા ઉત્તરાખંજના ટિહરી વિસ્તારમાં નેશનલ હાઈવે 94 (એનએચ -94) પર ભુસ્ખલન થયા બાદ ચંબા-ઋષિકેષ હાઇવે બંધ થઈ ગયો છે. ટિહરીમાં આ ભૂસ્ખલન ફકૉટ અને ભિનું નજીક થયુ છે. જોકે અહીં કોઈ પ્રકારના નુકશાનના સમાચાર નથી.



    સ્થાનિક લોકોમાં આ દુર્ઘટનાના કારણે ભયનો માહોલ છે, તંત્રએ લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની ચેતવણી આપી છે. તામેગલાંગ પહાડો અને ઘાટીઓથી ઘેરાયેલો એક પહાડી જિલ્લો છે અને આ વિસ્તારમાં ભેખડ ધસી પડવાનું જોખમ હંમેશા રહે છે.



    ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા જ હવામાન વિભાગે મણિપુર ઉત્તરાખંડ સહિત 24 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી, ત્યારબાદ દિલ્હી, હરિયાણા સહિત રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

    Published by:Bhoomi Koyani
    First published: