કોંગ્રેસના અનેક નેતાઓએ આપ્યું સામુહિક રાજીનામું

News18 Gujarati
Updated: June 28, 2019, 5:35 PM IST
કોંગ્રેસના અનેક નેતાઓએ આપ્યું સામુહિક રાજીનામું
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપતા રોકવા માટે કોંગ્રેસમાં રાજીનામાનો દોર, વિવેક તન્ખાએ રાજીનામું આપ્યા બાદ તેણે અન્ય નેતાઓને પણ રાજીનામું આપવાનું કહ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપતા રોકવા માટે કોંગ્રેસમાં રાજીનામાનો દોર, વિવેક તન્ખાએ રાજીનામું આપ્યા બાદ તેણે અન્ય નેતાઓને પણ રાજીનામું આપવાનું કહ્યું હતું.

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપતા રોકવા માટે કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. ગુરુવારે કોંગ્રેસ નેતા વિવેક તન્ખાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને અન્ય નેતાઓને પણ રાજીનામું આપવાનું કહ્યું હતું. જેથી રાહુલ ગાંધી પોતાની રીતે ટીમ પસંદ કરી શકે. હવે કોંગ્રેસના અનેક નેતાઓએ સામુહિક રાજીનામું આપી દીધું છે.

વિવેક તન્ખા બાદ ત્રણ સચિવ, દિલ્હી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાજેશ લિલોઠિયા, તેલંગણા કોંગ્રેસ ઉપાધ્યક્ષ પુનમ પ્રભાકર અને હરિયાણા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુમિત્રા ચૌહાણે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

અહીં ક્લિક કરી વાંચોઃ કાશ્મીરની સમસ્યા માટે નેહરુ જવાબદારઃ અમિત શાહ, સંસદમાં હોબાળોલોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની વાત પર અડગ રાહુલ ગાંધીએ શુક્રવારે પાર્ટીની દિલ્હી હાઇકમાન્ડના વરિષ્ઠ નેતાઓની સાથે બેઠક કરી, જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીના આવાસ 12 તુગલક લેન પર મળેલી બેઠકમાં પ્રભારી પીસી ચાકો, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીની અધ્યક્ષ શીલા દિક્ષિત, કાર્યકારી અધ્યક્ષ હારુન યુસુફ અને રાજેશ લિલોઠિયા, પૂર્વ પીસીસી અધ્યક્ષ અજય માકન, જયપ્રકાશ અગ્રવાલ અને અરવિંદર સિંહ લવલી અને પૂર્વ સાંસદ મહાબલ મિશ્રા સામેલ થયા.
First published: June 28, 2019
વધુ વાંચો
अगली ख़बर