Home /News /national-international /Mission Swachhta aur Paani: સ્ત્રી સશક્તિકરણ PM મોદીની પ્રાથમિકતા, 10 કરોડ ટોયલેટ બનાવ્યાંઃ મનસુખ માંડવિયા

Mission Swachhta aur Paani: સ્ત્રી સશક્તિકરણ PM મોદીની પ્રાથમિકતા, 10 કરોડ ટોયલેટ બનાવ્યાંઃ મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયા

Mission Swachhta aur Paani: સર્વસમાવેશક સ્વચ્છતાને આગળ વધારીને જ્યાં દરેકને સ્વચ્છ શૌચાલયની સગવડ હોય તે માટે નેટવર્ક 18 અને હાર્પિકે 'મિશન પાણી' ઝુંબેશ શરૂ કરી છે. તેમાં સ્વચ્છતા અભિયાનને સામેલ કરવામાં આવ્યું છે.

    મુંબઈઃ ‘મહિલા સશક્તિકરણ વડાપ્રધાન મોદી માટે પ્રાથમિકતા રહી છે.’ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે, તમામ લોકોને ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા કરતા રોકવા માટે સુવિધા આપવામાં આવી રહી છે.

    સર્વસમાવેશક સ્વચ્છતાને આગળ વધારીને જ્યાં દરેકને સ્વચ્છ શૌચાલયની સગવડ હોય તે માટે નેટવર્ક 18 અને હાર્પિકે 'મિશન પાણી' ઝુંબેશ શરૂ કરી છે. તેમાં સ્વચ્છતા અભિયાનને સામેલ કરવામાં આવ્યું છે. આજે એટલે કે 19મી નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે નેટવર્ક18 અને હાર્પિક દ્વારા 'મિશન સ્વચ્છતા ઔર પાણી' અંતર્ગત 8 કલાકના ભવ્ય ટેલિથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને ભારતને વધુ સારી સ્વચ્છતા માટે પ્રેરિત કરી શકાય.


    સ્વચ્છતા મામલે તાજેતરના વર્ષોમાં પ્રગતિ થઈ હોવા છતાં, ઘણા ભારતીય પરિવારો માટે જ્યારે તેમના શૌચાલયોની સ્વચ્છતા જાળવવાની વાત આવે છે, ત્યારે પાણીનો અભાવ અવરોધરૂપ સાબિત થાય છે. WHO અને UNICEF દ્વારા ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 15% ભારતીયો પાસે શૌચાલયની સુવિધા નથી, 3.3% ગ્રામીણ વસ્તી અને 1.7% શહેરી વસ્તી હજુ પણ પર્યાપ્ત સ્વચ્છતા સેવાઓનો અભાવ ધરાવે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ભારતીય વસ્તીના 1.7% લોકોને હજુ પણ સ્વચ્છતા સુવિધાઓ સુધારવાની જરૂર છે અને 2.7% લોકોને સ્વચ્છતા સુવિધાઓ સુધારવાની જરૂર છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Mansukh Mandviya, પીએમ નરેન્દ્ર મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन