પેટ્રોલ સાથે જોખમકારક સ્ટંટ કરવાનું યુવકને ભારે પડ્યું, દાઢીમાં લાગી આગ અને પછી...
પેટ્રોલ સાથે સ્ટંટ કરવાથી યુવકના હાલ થયા બેહાલ
Viral Video:સોશિયલ મીડિયા પર દરરોજ નવા નવા વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલમાં જ એક યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટંટ બતાવવાના ચક્કરમાં યુવક પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે. હકીકતમાં એક પંડાલ પર યુવક મોંઢામાં પેટ્રોલ ભરીને આગ લગાવીને સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની દાઢીમાં આગ લાગી ગઈ.
સોશિયલ મીડિયા પર દરરોજ નવા નવા વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલમાં જ એક યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટંટ બતાવવાના ચક્કરમાં યુવક પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે. હકીકતમાં એક પંડાલ પર યુવક મોંઢામાં પેટ્રોલ ભરીને આગ લગાવીને સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની દાઢીમાં આગ લાગી ગઈ. આસપાસ ઊભેલા કેટલાક લોકોએ જેમ તેમ કરીને તેનો જીવ બચાવ્યો.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર થોડા દિવસ પહેલા જ અપલોડ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી લગભગ છ લાખથી વધુ યુઝર્સ લાઈક કરી ચૂક્યા છે. તેમજ તેને એક કરોડથી વધુ વ્યુઝ મળ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જો કે એ સ્પષ્ટ નથી કે વીડિયો કઈ જગ્યાનો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર યુઝર રવિ પાટીદારે પોતાના અકાઉન્ટથી શેર કર્યો છે.
વીડિયોમાં એક ટેબલ પર યુવક ઊભેલો જોવા મળી રહ્યો છે. તેના હાથમાં એક લાકડી છે, જે સળગી રહી છે. તેમજ તે લોકો પાસેથી પેટ્રોલની બોટલ માગે છે અને પેટ્રોલને મોંમાં નાખીને તેને બહાર કાઢતા તેમાં આગ લગાડવાનો પ્રયાસ કરે છે. જ્યારે યુવક આવું કરે છે, ત્યારે આગ ફેલાય જાય છે અને તેની દાઢીમાં આગ લાગી જાય છે. આટલું જોતા જ આસપાસના લોકો ડરી ગયા અને તેને બચાવવા માટે ભાગ્યા.
આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે કહ્યું, આ આગ છે, તેની સાથે મસ્તી ના કરો. દાઝી જશો. એક અન્ય યુઝરે કહ્યું, ભાઈ આ પ્રકારે તો તમે તમારો જીવ જોખમમાં મૂકી રહ્યા છો. કૃપા તમારું ધ્યાન રાખો. તેમજ ત્રીજા યુવકે કમેન્ટ કરી, ખતરનાક સ્ટંટ છે. બધાએ આ ન કરવું જોઈએ.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર