રાફેલની ભારતમાં લેન્ડિંગ પછી આ ભારતીય ક્રિકેટરે કહ્યું - પડોશી દેશોમાં આવી ગયો ભૂકંપ

હિન્દુસ્તાનની એરફોર્સમાં દુનિયાના સૌથી ખતરનાક લડાકુ વિમાન રાફેલ (Rafale in India) સામેલ થઈ ગયા છે

હિન્દુસ્તાનની એરફોર્સમાં દુનિયાના સૌથી ખતરનાક લડાકુ વિમાન રાફેલ (Rafale in India) સામેલ થઈ ગયા છે

 • Share this:
  નવી દિલ્હી : હિન્દુસ્તાનની એરફોર્સમાં દુનિયાના સૌથી ખતરનાક લડાકુ વિમાન રાફેલ (Rafale in India) સામેલ થઈ ગયા છે. આ સાથે જ ભારતના એરફોર્સની તાકાત ડબલ થઈ ગઈ છે. ફ્રાન્સથી આવેલા પાંચ વિમાને ભારતના અંબાલા એરબેસ પર લેન્ડીંગ કરી છે. રાફેલ વિમાનની લેન્ડીંગ સાથે જ કોરોડો ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ છે. રાફેલ ભારતમાં આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ તેને સલામ કરી છે. જેમાં ભારતીય ક્રિકેટર પણ પાછળ રહ્યા નથી.

  ભારતીય ઓપનર શિખર ધવને રાફેલનું સ્વાગત કરતા ટ્વિટ કર્યું કે ઘરમાં સ્વાગત છે ગોલ્ડન એરોજ. આપણા દેશ માટે અદ્ભૂત ક્ષણ. શિખર ધવને રાફેલના આગમનને દેશ માટે અદ્ભૂત તક બતાવી છે. જ્યારે ક્રિકેટર મનોજ તિવારીએ જોશમાં એવું ટ્વિટ કરી દીધું કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. મનોજ તિવારીએ ટ્વિટ કરીને લખ્યું કે ભારતમાં રાફેલની લેન્ડીંગ સાથે પડોશી દેશોમાં ભૂકંપનો આવી ગયો છે.  મનોજ તિવારીએ ટ્વિટ કર્યું કે રાફેલ વિમાનોની ભારતમાં લેન્ડિંગ સાથે પડોશી દેશોમાં 8.5ની તીવ્રતાનો ભૂકંપ આવી ગયો છે. કોઈ મોત થયા નથી. આપણા એરફોર્સને તેનાથી વધારે શક્તિ મળશે. ભવિષ્યમાં આપણા પડોશી ઉફસાવાની સ્થિતિમાં નહીં રહે. તે હસતા ચહેરા અને હસતી આંખો સાથે રહેશે.

  આ પણ વાંચો - ટીમ પાટીલમાં સામેલ થવા માટે સિનિયર તેમજ જુનિયર કાર્યકરો પ્રદેશ પ્રમુખ પાછળ ફરતા થયા

  દુનિયાનું સૌથી તાકાતવર વિમાન છે રાફેલ

  રાફેલ દુનિયાનું સૌથી તાકાતવર લડાકુ વિમાન છે. આ સેંકડો કિલોમીટર સુધી અચૂક નિશાન લગાવી શકે છે. જે પ્રકારનું નિશાન રાફેલનું છે. આવી ક્ષમતા ચીન અને પાકિસ્તાન બંને દેશોમાં પાસે રહેલા વિમાનોમાં નથી. રાફેલમાં 150 કિલોમીટર મારક ક્ષમતાવાળી મીટિયોર મિસાઇલ લાગેલી છે. એનો અર્થ એ છે કે 150 કિલોમીટર દૂર થી જ કોઈ બીજા વિમાનને ધ્વસ્ત કરી શકે છે. ભારતને કુલ 36 રાઇફલ મળવાના છે. જેમાં હાલ 5ની ડિલિવરી થઈ છે.
  Published by:Ashish Goyal
  First published: