48 સીટો પર જીતનો દાવો કરનારા ટ્વિટ પર હવે મનોજ તિવારીએ કહી આ મોટી વાત

News18 Gujarati
Updated: February 11, 2020, 11:58 AM IST
48 સીટો પર જીતનો દાવો કરનારા ટ્વિટ પર હવે મનોજ તિવારીએ કહી આ મોટી વાત
એક્ઝિટ પોલના આંકડાઓને નકારતાં મનોજ તિવારીએ કહ્યું હતું કે બીજેપી દિલ્હીમાં સરકાર બનાવશે

એક્ઝિટ પોલના આંકડાઓને નકારતાં મનોજ તિવારીએ કહ્યું હતું કે બીજેપી દિલ્હીમાં સરકાર બનાવશે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2020)માં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં બીજેપીને કારમી હારનો સામનો કરવો પડશે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. શનિવાર મોડી સાંજે બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારી (Manoj Tiwari)એ આ એક્ઝિટ પોલ્સના પરિણામોને પાયાથી ફગાવી દીધા હતા. તેઓએ ટ્વિટ કરીને 48 સીટો પર જીતનો દાવો કર્યો હતો. પરંતુ હવે જ્યારે પ્રારંભિક વલણોમાં આમ આદમી પાર્ટી (AAP)ની જીત પાકી લાગી રહી છે તો મનોજ તિવારીએ પોતાના ટ્વિટ પર સ્પષ્ટતા કરી છે.

મનોજ તિવારીએ સ્પષ્ટતા આપતાં કહ્યું છે કે કાર્યકર્તાઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો ન આવવો જોઈએ. તેઓએ કહ્યું કે, જુઓ કોઈ કાર્યકર્તાના ઉત્સાહમાં કોઈ ઘટાડો ન આવવો જોઈએ. મારા ટ્વિટને બિલકુલ સાચવીને રાખવું જોઈએ. હું નથી ઈચ્છતો કે પરિણામ પહેલા મારા કાર્યકર્તા નિરાશ થઈ જાય.

તિવારીએ હજુ પણ જીતની આશા છોડી નથી. તેઓએ કહ્યું કે હજુ પણ 27 સીટો પર મતોની અંતર માત્ર એક હજારથી ઓછું છે જે આવનારા રાઉન્ડમાં બદલાઈ શકે છે.

બીજેપીની જીતની આશા!

એક્ઝિટ પોલ્સના પરિણામ આવ્યા બાદ દિલ્હી બીજેપીના અધ્યક્ષ અને ઉત્તર પૂર્વ દિલ્હીથી સાંસદ મનોજ તિવારીએ તમામ દાવાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે મારા ટ્વિટને સંભાળીને રાખજો, તમામ એક્ઝિટ પોલ ફેલ થશે. તેઓએ ટ્વિટ કરતાં લખ્યું હતું કે, આ તમામ એક્ઝિટ પોલ થશે ફેલ. મારું આ ટ્વિટ સાચવીને રાખજો. બીજેપી દિલ્હીમાં 48 સીટ જીતીને સરકાર બનાવશે. મહેરાબાની કરી EVMને દોષ આપવાના અત્યારથી બહાના ન શોધો.આ ઉપરાંત મંગળવાર સવારે પણ મનોજ તિવારીએ જીતનો દાવો કર્યો હતો. હાલ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત દેખાઈ રહી છે.

આ પણ વાંચો, દિલ્હીમાં પરિણામો પહેલા જ BJPએ સ્વીકારી હાર? જાણો આ વાયરલ પોસ્ટરનું સત્ય
First published: February 11, 2020, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading