મનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ જીસી મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યું

જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ મનોજ સિન્હા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કેન્દ્રીય સંચાર મંત્રી અને રેલ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગિરિશચંદ્ર મુર્મૂના રાજીનામાનો સ્વીકાર કરી દીધો છે

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા (Manoj Sinha) કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના નવા ઉપ રાજ્યપાલ હશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)એ ગિરિશચંદ્ર મુર્મૂના રાજીનામાનો સ્વીકાર કરી દીધો છે.

  જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના પહેલા ઉપરાજ્યપાલ ગિરિશચંદ્ર મુર્મૂ (Girish Chandra Murmu)એ મંગળવાર સાંજે રાજીનામાની રજૂઆત કરી હતી. સૂત્રો મુજબ, મુર્મૂ આગામી કન્ટ્રોલર ઓફ ઓડિટ જનરલ (Controller of Audit General) હોઈ શકે છે.


  નોંધનીય છે કે, મુર્મૂને ઓક્ટોબર 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પહેલા ઉપ-રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત કેડરના આઈએએસ અધિકારી જીસી મુર્મૂને કાયદાકિય વ્યવસ્થાનો લાંબો અનુભવ રહ્યો છે. જ્યારે નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે મુર્મૂ ગૃહ વિભાગમાં સચિવ રહ્યા બાદ સીએમઓમાં પણ તેમના સચિવ હતા. મુર્મૂ 1985 બેચના આઈએએસ અધિકારી છે.

  આ પણ વાંચો, અયોધ્યામાં આવું દેખાશે રામ મંદિર, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ, જુઓ તસવીરો

  બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ મનોજ સિન્હા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કેન્દ્રીય સંચાર મંત્રી અને રેલ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહ્યા છે. મનોજ સિન્હાનો ગાજીપુર ઉપરાંત મઉ અને આઝમગઢ જિલ્લામાં દબદબો માનવામાં આવી રહ્યો છે. સિન્હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ રહેલા અમિત શાહના નિકટતમ માનવામાં આવે છે. વડાપ્રધાન અને મનોજ સિન્હાની વચ્ચે આરએસએસના દિવસોથી જ સારા સંબંધ છે.

  ગાજીપુરમાં જન્મેલા આઈઆઈટી બીએચયૂમાં શિક્ષણ મેળવનારા મનોજ સિન્હાની છબિ સારી છે. તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યૂનિયનના અધ્યક્ષ હતા. વર્ષ 1989માં બીજેપી રાષ્ટ્રીય પરિષદના સભ્ય બન્યા. બાદમાં વર્ષ 1996, 1999 અને 2014માં ગાજીપુરના સાંસદ તરીકે ચૂંટાયા.
  Published by:Mrunal Bhojak
  First published: