'PM અને CMનું અપમાન કરનારને દુનિયાથી બહાર કરી દઈશું'

  • Share this:
    મધ્ય પ્રદેશ:  શાઝાપુર જિલ્લામાં ભાજપ સાંસદ મનોહર ઉંટવાલે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે જે અમારા વડાપ્રધાન અને મુખ્યમંત્રી વિરુદ્ધ અયોગ્ય વાત કરશે તેને અમે દુનિયાથી દૂર કરી દઇશું. સાંસદ મનોહર ઉંટવાલે આ નિવેદન ખેડૂત સન્માન યાત્રા દરમિયાન આપ્યુ હતુ. આ પહેલાં પણ મનોહર ઉંટવાલે દિગ્વિજય સિંહની પત્ની વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ.

    જિલ્લાના પોલાયકલામાં રવિવારે સાંજે ખેડૂત સન્માન યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મનોહર ઉંટવાલ પણ સામેલ થયા હતા. સાંસદ મનોહર ઉંટવાલે કહ્યું કે 'જે અમારા પી.એમ. અને સી.એમ.નું અપમાન કરે છે, તેને દુનિયાથી ગાયબ કરી દઇશું' જેમા સાંસદની વધુ ધમકી અને ભાષણ ઓછું પ્રતીત થઈ રહ્યું છે.


    આપને જણાવી દઇએ કે 5 એપ્રિલથી શાઝાજપુરમાં શરૂ થયેલી ખેડૂત સન્માન યાત્રા દરમિયાન ગ્રામવાસીઓને રિઝવવા માટે હવે ભાજપના નેતાઓના તેવર બદલેલા નજર આવી રહ્યા છે. આ પહેલા પણ શાઝાપુર ધારાસભ્ય અરૂણ ભીમાવદએ શિવરાજને ભગવાનનો 25 મો અવતાર ગણાવ્યો હતો. અને હવે સાંસદ મનોહર ઉંટવાલ મંચ પર ધમકી આપતા નજર આવે છે.

    સાંસદ મનોહર ઉટવાલ પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે, હાલમાં ત્રણ દિવસ પહેલા જ દેવાસમાં એક કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને લઇને ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી રહીને રાજ્ય માટે કંઈ કર્યું નથી. પણ દિલ્હીથી એક આઇટમ લાવ્યા છે. હવે વધુ એક પાર્ટીના નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ચર્ચાનો વિષય બની
    ગયો છે. સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ સાંસદના આ નિવેદન કડક નિશાન સાધ્યુ હતુ.
    Published by:Bhoomi Koyani
    First published: