NCP નેતાનું વિવાદિત નિવેદન- 'રાફેલ ડીલના પ્રથમ શિકાર બન્યા પારિકર'

News18 Gujarati
Updated: March 19, 2019, 11:45 AM IST
NCP નેતાનું વિવાદિત નિવેદન- 'રાફેલ ડીલના પ્રથમ શિકાર બન્યા પારિકર'
એનસીપી નેતા જિતેન્દ્ર અવહલ

63 વર્ષીય મનોહર પારિકારનું રવિવારે સાંજે નિધન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી પેન્ક્રિયાસના કેન્સરથી પીડાતા હતા.

  • Share this:
થાણે : નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા જિતેન્દ્ર અવહદે પૂર્વ રક્ષામંત્રી મનોહર પારિકરનાં મોત પર વિવાદિત નિવેદન આપ્યું છે. એનસીપીના નેતાએ કહ્યું છે કે, રાફેલ ડીલમાં બલિ ચઢનારા મનોહર પારિકર પ્રથમ વ્યક્તિ છે. જિતેન્દ્ર અવહદના જણાવ્યા પ્રમાણે મનોહર પારિકર રાફેલ ડીલને લઈને ખૂબ જ દુઃખી હતા.

જિતેન્દ્ર અવહદે કહ્યુ કે, "મનોહર પારિકર ખૂબ જ ભણેલા-ગણેલા વ્યક્તિ હતા. મને લાગે છે કે રાફેલ ડીલને લઈને તેઓ ખુશ ન હતા, આથી જ તેમણે ગોવા પરત જવાનો નિર્ણય લીધો હતો. આજે તેઓ નથી એટલે આપણે આવી વાતો ન કહેવી જોઈએ, પરંતુ મને લાગે છે કે તેઓ રાફેલ ડીલના પ્રથમ શિકાર છે."

નોંધનીય છે કે મનોહર પારિકર જ્યારે દેશના સંરક્ષણ મંત્રી હતા ત્યારે રાફેલ ડીલ થઈ હતી. સુપ્રીમ કોર્ટ અને CAG તરફથી ક્લિનચીટ મળ્યા બાદ પણ કોંગ્રેસ આ ડીલમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવતી રહી છે.

આ પણ વાંચો : RSS કાર્યકર, પારિકરના વિશ્વાસુ, આયુર્વેદિક ડોક્ટર - રાજકારણમાં આ રીતે સફળતા મેળવતા ગયા પ્રમોદ સાવંત

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર છેલ્લા થોડા સમયથી પેન્ક્રિયાસ કેન્સરથી પીડાતા હતા. અમેરિકા, દિલ્હી અને ગોવામાં તેમના રોગની સારવાર કરવામાં આવી હતી. પારિકરને 31મી જાન્યુઆરીના રોજ AIIMSમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્રીજી માર્ચના રોજ તેમને ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ચેક અપ માટે દાખલ કરાયા હતા. ફેબ્રુઆરીમાં પારિકરનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રમોદ સાવંતને ગોવાના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ઓક્ટોબર 2018માં જ્યારે મનોહર પારિકર બીમાર હોવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ તેઓ ગોવાની રાજનીતિમાં સક્રિય થઈ ગયા હતા. ફેબ્રુઆરીમાં જ્યારે મનોહર પારિકરને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પ્રમોદ સાવંતે લોકોને આ અંગેની માહિતી આપી હતી. સાવંત ઉત્તર ગોવાની Sanquelim વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ વ્યવસાયે એક આયુર્વેદિક ડોક્ટર છે. તેમને મનોહર પારિકરના નજીકના માનવામાં આવે છે.
First published: March 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading