'જરૂરત પડશે તો સારવાર માટે અમેરિકા લઈ જવાશે મનોહર પર્રિકરને'

News18 Gujarati
Updated: February 19, 2018, 7:53 PM IST
'જરૂરત પડશે તો સારવાર માટે અમેરિકા લઈ જવાશે મનોહર પર્રિકરને'

  • Share this:
દેશના પૂર્વ રક્ષા સરક્ષણ અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું સ્વાસ્થ્ય લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે. હોસ્પિટલ કહી રહ્યું છે કે, તેમની તબિયત સુધારા પર છે, જ્યારે ગોવાના ધારાસભ્ય કહે છે કે, જરૂરત પડી તો તેમને અમેરિકા પણ લઈ જવામાં આવશે.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર હાલના સમયમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે અને પ્રૈક્રિયાઝ (સ્વાદુપિંડ) સંબંધી બિમારીની સારવાર કરાવી રહ્યાં છે. ગોવાના ડિપ્ટી સ્પીકર અને બીજેપી ધારાસભ્ય માઈકલ લોબોનું કહેવું છે કે, જરૂરત પડશે તો આગળની સારવાર માટે તેમને અમેરિકા મોકલવામાં આવી શકે છે.

ડિપ્ટી સ્પીકર અને ધારાસભ્ય માઈકલ લોબોએ સોમવારે રાજ્ય વિધાનસભા કોમ્પલેક્સમાં કહ્યું, અમે ઈચ્છે છીએ કે, અમે તે બધા જ ઉપાય કરીશું જે અમે કરી શકીએ છીએ. જરૂરત પડવા પર તેમને અમેરિકા પણ મોકલવામાં આવી શકે છે.

62 વર્ષના મુખ્યમંત્રી પર્રિકરને 15 ફેબ્રુઆરીએ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગત્ત બુધવારની રાત્રે પર્રિકરને પેટમાં દુખાવાની સમસ્યા ઉદ્દભવી હતી અને તેઓ સ્વાસ્થ્ય પરીક્ષણ માટે જીએમસીએચ ગયા. ત્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ તેમને વધુ સારવાર માટે વિમાનથી મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા.

જોકે, શનિવારે મુખ્ય મેડિકલ અધિકારી (સીએમઓ)એ પર્રિકરની તબિયતમાં ઝડપી સુધારો થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલ તરફથી રવિવારે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની તબિયત સુધરી રહી છે. તેમના સ્વાસ્થ્યને લઈને અન્ય સમાચારોને તેમને અફવાહ ગણાવી હતી.

બીજેપીના કાર્યકર્તા સુનીલ દેસાઈએ ખોટા સમાચાર ફેલાવનારા અજાણ્યા લોકો વિરૂદ્ધ પોંડો પોલીસ સ્ટેશનમાં બે વખત 17 અને 19 ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાવી છે. દેસાઈએ કહ્યું, એવી વાતો સામે આવી રહી છે કે, તેમના નામનો ઉપયોગ કરીને મુંખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઈને ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અને લોકો ઉશ્કેરવામાં આવી રહ્યાં છે.સોશિયલ મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે, મુંખ્યમંત્રીની તબિયત ખુબ જ ખરાબ છે અને તેને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી. પરંતુ બીજેપી નેતાઓ અને મુંખ્યમંત્રી ઓફિસ બંનેએ આ સમાચારોને ફગાવી દીધા હતા. જોકે, ત્યાર બાદ પણ ગોવાના ધારાસભ્ય માઈકલ લોબોએ પર્રિકરને સારવાર માટે અમેરિકા મોકલવાની વાત નાંખતા લોકોમાં ફરીથી પર્રિકરની તબિયતને ગુંચવાડાની સ્થિતિ ઉભી થઈ રહી છે.
First published: February 19, 2018, 7:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading